Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

દિલ્હી ગેંગરેપની વરસીએ ઘટનાની યાદ ફરીથી તાજી

અપરાધીઓને હજુ ફાંસી ઉપર લટકાવાયા નથી : નિર્ભયા કાંડે દેશને હચમચાવી મૂક્યા બાદ અનેક કાયદા બદલાયા અને કઠક કરાયા પણ પગલાઓ લેવાની જરૂર

નવી દિલ્હી,તા.૧૬ : પાટનગર દિલ્હીમાં  ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે બનેલી અને સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસની આજે છઠ્ઠી વરસી હતી. છઠ્ઠી વરસીના દિવસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આજે પણ યોજાયા હતા. નિર્ભયાના ગુનેગારોને ફાંસી ક્યારે થશે તે પ્રશ્ન હજુ પણ અકબંધ રહ્યો છે. નિર્ભયાના પિતાનું કહેવું છે કે, રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવ્યા બાદ હજુ સુધી ક્યુરેટિવ અરજી દાખલ કરવામાં આવી નથી. સાથે સાથે દયાની અરજી પણ દાખળ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં આ તથ્યને લઇને તેઓ અંધારામાં છે કે, આખરે નિર્ભયાના ગુનેગારોને ફાંસી ક્યારે થશે. નિર્ભયાની માતાનું કહેવું છે કે, અપરાધીઓ આજે પણ જીવિત છે જે કાયદા અને વ્યવસ્થાની એક હાર સમાન છે. યુવતીઓ કોઇપણ નબળી નથી તે અમે કહેવા માંગીએ છીએ. આ વર્ષે ૯મી જુલાઈના દિવસે સુપ્રીમ કોર્ટે ત્રણ અપરાધીઓની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને ફાંસીની સજા અકબંધ રાખી તી. ૪થી મેના દિવસે પવન, વિનય અને મુકેશની રિવ્યુ પિટિશન ઉપર ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.ઠ્ આ બનાવની વરસીના દિવસે આ દિલધડક અને કમકમાટીપૂર્ણ ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. તમામ લોકોના દિલોદિમાંગ ઉપર આ કમનસીબ રાત્રીની યાદ જ્યારે પણ વરસી આવશે ત્યારે દર વર્ષે તાજી થશે પરંતુ એ બનાવ બાદ દેશમાં જે સળગતા પ્રશ્નો ઉઠ્યા હતા તે પ્રશ્નોને સંપૂર્ણપણે હજુ સુધી હાથ ધરી શકાયા નથી. આ પ્રશ્નોને તરત હાથ ધરીને મહિલાઓની સુરક્ષાને વધારી દેવામાં આવે તે જરૂરી છે.  ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે એક પેરા મેડીકલની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જવા માટે પોતાના મિત્રની સાથે બસની મુસાફરી કરી હતી એ જ વેળા ચાર નરાધમ શખસોએ તેના ઉપર ચાલતી બસમાં અમાનવીય રીતે ગેંગરેપ કર્યો હતો. આ બનાવમાં તે એટલા હદ સુધી ઘાયલ થઈ ગઈ હતી કે થોડાક દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેનું મોત થયું હતું. આ હચમચાવી મૂકનાર ઘટનાના કારણે દેશભરમાં તમામ લોકો એક મત થઈ ગયા હતા અને તમામ જગ્યાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા જેના પરિણામ સ્વરૂપે સરકારને મહિલાઓ પર થતા અત્યાચાર માટે નવા કાયદાઓ બનાવવાની તરત ફરજ પડી હતી. નિર્ભયા ગેંગરેપ કેસની છઠ્ઠી વરસીના  દિવસે આજે તમામ લોકોને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આ બનાવ બાદ અને કાયદાઓ વધુ કઠોર કરવામાં આવ્યા બાદ મામલાઓ અટક્યા છે કે કેમ. સમગ્ર દેશના આંકડાઓ ઉપર નજર કરવામાં આવે તો વધુ ઘટનાઓ સપાટી ઉપર આવી છે. દિલ્હીમાં નિર્ભયા રેપ કેસના કારણે ઘણા અપરાધીઓને યોગ્ય સજા મળી છે. આ કેસના મામલામાં બળાત્કારીઓન ફાંસીની સજા ફટકારવામાં આવી હતી પરંતુ હવસખોરોએ હજુ સુધી બોધપાઠ લિધા નથી. પહેલા કરતા ગુનાઓ વધ્યા છે. મહિલાઓ આજે પણ સુરક્ષિત દેખાઈ રહી નથી. બળાત્કારના કેટલાક કેસોમાં સગાસંબંધિઓ પણ નિકળે છે.  મળી છે.

નિર્ભયા રેપ ઘટનાક્રમ

*    ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે રાત્રે ગેંગરેપની ઘટના બની હતી

*    પેરામેડિકલની વિદ્યાર્થીનિ પર ચાલતી બસમાં કેટલાક નરાધમ દ્વારા અમાનવીય રીતે બળાત્કાર કરાયો હતો

*    વિદ્યાર્થિની પોતાના મિત્ર સાથે ઘરે જવા માટે બસમાં બેસી ગયા બાદ તેના પર અત્યાચાર કરાયો હતો

*    બનાવમાં તે એટલી હદ સુધી ઇજાગ્રસ્ત થઇ હતી કે તેનુ થોડાક દિવસ સુધી સારવાર મેળવ્યા બાદ મોત થયું હતુ

*    ૩૧મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે તેના મોત બાદ દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનનો દોર ચાલ્યો હતો

*    એ વખતે હચમચી ઉઠેલી સરકારને તરતજ મહિલાઓ પર થતા અત્યાચાર કાયદામાં સુધાર કર્યા હતા

*    સપ્ટેમ્બર મહિના સધી સુનાવણી પૂર્ણ કરીને રેપના અપરાધીઓને ફાંસીની સજા કરવામાં આવી હતી

*    નરાધમ હજુ પણ બોધપાઠ લઇ રહ્યા નથી અને મહિલાઓ સામે ગુનાઓ વધી રહ્યા છે.

(8:17 pm IST)