Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

૩૬૯થી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનામાં ભારે વિલંબ થયો

વિલંબથી ખર્ચનો આંકડો ૩.૫૮ લાખ કરોડ વધ્યો : જુદા જુદા કારણોસર વિલંબ થતાં ખર્ચમાં નોંધપાત્ર વધારો

નવીદિલ્હી, તા. ૧૬ : ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ૩૬૯ યોજનાઓમાં વિલંબની સ્થિતિ થતાં ખર્ચનો આંકડો ૩.૫૮ લાખ કરોડ રૂપિયા વધી ગયો છે. માળખાગત ક્ષેત્રની ૧૫૦ કરોડ રૂપિયા અથવા તો તેનાથી વધુ કિંમતની ૩૬૯ યોજનાઓના ખર્ચમાં ૩.૫૮ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જુદી જુદી સમસ્યાઓના કારણે આ ખર્ચમાં વધારો થયો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલય ૧૫૦ કરોડ રૂપિયા અથવા તો તેનાથી વધારાની મૂળભૂત માળખાની યોજનાઓ ઉપર નજર રાખે છે. મૂળભૂત માળખા ક્ષેત્રની ૧૪૨૦ યોજનાઓના મૂળ ખર્ચની રકમ ૧૮૦૫૬૬૭.૭૨ કરોડ રૂપિયા હતી. હવે તેમના પૂર્ણ થવાની સંભવિત રકમનો આંકડો વધીને ૨૧૬૩૬૭૨.૦૯ કરોડ રૂપિયા થઇ ગયો છે. એટલે કે કુલ ખર્ચમાં ૩૫૮૦૦૪.૩૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ૩૬૬ને પૂર્ણ કરવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી આ યોજનાઓ ઉપર ખર્ચનો આંકડો ૭૮૩૫૦૩ કરોડ રૂપિયા છે જે યોજનાઓના સંભવિત ખર્ચના આંકડા કરતા ૩૬.૨૧ ટકા છે. વિલંબવાળી ૩૬૬ યોજનામાં ૧૦૦માં ૧થી ૧૨ મહિનાઓનો વિલંબ થયો છે. ૬૯માં ૧૩થી ૨૪ મહિનાનો, ૯૧માં ૨૫થી ૬૦ મહિનાનો, ૧૦૬ યોજનામાં ૬૧ મહિના અને તેનાથી વધુનો વિલંબ થયો છે. યોજનાઓમાં સરેરાશ ૪૫.૯૫ મહિનાનો વિલંબ થયો છે. જમીન અધિગ્રહણમાં વિલંબ, વન્ય મંજુરી તથા સાધનોના સપ્લાયની બાબતોનો સમાવેશ થાય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, નિર્માણ કામોમાં ધીમી પ્રગતિ, ભૌગોલિક સમસ્યાઓ, નાણાના અભાવ, પર્યાવરણ મંજુરીમાં વિલંબ જેવા કારણો પણ રહેલા છે.

(8:16 pm IST)