Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

આગામી 24 કલાકમાં આંધ્રપ્રદેશ,અને ચેન્નાઈના કિનારે ભારે વરસાદની આગાહી : કેટલાક સ્થળોએ બરફ પડવાની ચેતવણી

નવી દિલ્હી :આગમી 24 કલાકમાં આંધ્રપ્રદેશ અને ચેન્નાઈના કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે સાથે કેટલાક સ્થળોએ બરફ પાડવાની પણ શકયતા છે.ચક્રવતી તોફાન ફેથઈ હાલમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાદીથી લગભગ 490 કિલોમીટર પૂર્વી-દક્ષિણપૂર્વી ચેન્નાઇ અને 670 કિલોમીટર દક્ષિણ દક્ષિણી પૂર્વી કાકીનાડા પર બન્યું છે આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમી દિશામાં તટીય આંધ્રપ્રદેશ તરફ આગળ વધશે.

   ચક્રવાતી હવાની અસર પૂર્વી બંગ્લાદ્દેશ અને તેને સંલગ્ન આસામ પર બનેલી છે એક બીજી ચક્રવાતી હવાનું ક્ષેત્ર પૂર્વી અરબ સાગરના મધ્યાન્તર ભાગોમાં બન્યું છે.છેલ્લા 24 કલાક દરમિયાન અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ પર હળવાથી માધ્યમ વરસાદ પડ્યો હતો તટીય પૂર્વી ભાગોમાં હળવો વરસાદ નોંધાયો હતો.

    ઉત્તર પ્રદેશ બિહાર,પૂર્વોત્તર ભારત સાથે ઉત્તર પશ્ચિમી મેદાની ભાગોમાં હળવાથી મધ્યમ વાદળો છવાયા હતા.ઓડિસા ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળ પર ભારેથી મધ્યમ વરસાદ સાથે જોરદાર પવન ફુંકાશે વિદર્ભ પૂર્વી મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગણા અને પૂર્વોત્તર ભારતમાં માધ્યમ હાવ સાથે વરસાદની સંભાવના છે

(6:15 pm IST)