Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

રફાલનો રિપોર્ટ કેગે-પીએસીને નથી આપ્યો : હવે સરકારનો સુપ્રીમમાં નવો વિરોધાભાસી જવાબ

રફાલ એરક્રાફ્ટને લઇને ફરી વિવાદ શરૃ થયો છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે રફાલની કેગની રિપોર્ટ સંસદીય સમીતીને સોપવામાં આવી છે જેમાં ભાવની પણ વિગતો છે. સુપ્રીમ કોર્ટે આ વાતની સાચી માની લીધી હતી અને પોતાના ચુકાદામાં પણ તેને સામેલ કરી હતી. જે બાદ હવે સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગણી કરી છે કે જે ચુકાદો આપ્યો તેમાં જે કેગ રિપોર્ટ અને સંસદીય સમીતીનો ઉલ્લેખ છે તેને દુર કરવામાં આવે. એટલે કે સરકારે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે કેગ રિપોર્ટ સંસદીય સમીતીને આપવામાં આવ્યો જ નથી. જોકે વિપક્ષ એ સવાલ કરી રહ્યો છે કે જો કેગનો રિપોર્ટ પીએસીને આપ્યો જ ન હોય તો પછી સરકારે કેમ સુપ્રીમ કોર્ટ સમક્ષ જુઠ બોલ્યું. વિવાદો બાદ ભીસમાં આવેલી સરકારે અચાનક હવે યુટર્ન લઇ લીધો હતો.

(1:26 pm IST)