Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

રાફેલ ડીલ પર સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ ઉઠાવ્યો, પીએમ મોદીને કરી અપીલ

નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઈ જેવી રીતે સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સંભળાવ્યો અને કેન્દ્ર સરકારને ક્લીન ચિટ આપી દીધી તે બાદ સતત આ મુદ્દે રાજકીય ઘમાસાણ ચાલુ છે. એક બાજુ જ્યાં કોંગ્રેસે કોર્ટના ફેસલા બાદ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો અને રાફેલને અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું તો બીજી બાજુ ભાજપ કોર્ટના ફેસલા બાદ કોંગ્રેસ સતત માફી માંગે તેવી માગણી કરી રહ્યા છે. આ વચ્ચે ભાજપના સાંસદ અને વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાનને આ મામલે હસ્તક્ષેપ કરવાની વાત કરી છે.

રાફેલ ડીલ પર સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ ઉઠાવ્યો, મોદીને અપીલ સ્વામીએ સવાલ ઉઠાવ્યો

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મીડિયા મુજબ એટર્ની જનરલે કહ્યું કે તેમણે એફિડેવિટ તૈયાર નથી કર્યું. મને લાગે છે કે વડાપ્રધાન મોદીએ આ તપાસ કરવી જોઈએ કેમકે આ મામલે તેમણે શરમિંદા થવું પડી રહ્યું છે કે અમે અંગ્રેજીમાં એક ડ્રાફ્ટ પણ તૈયાર નથી કરી શકતા. જો એવું હોય તો આ લોકો ડ્રાફ્ટ હિન્દીમાં પણ આપી શકતા હતા. સ્વામીએ કહ્યું કે એફિડેવિટ પર સવાલ ઉભો થવો શક્ય છે કેમ કે જ્યારે પણ તેને કોર્ટમાં જમા કરાવવામાં આવે છે તો તેને સીલ બંધ લિફાફામાં જમા કરાવવામાં આવે છે. પરંતુ આ વખતે કોર્ટે ભૂલથી પોતાના ફેસલામાં આનો ખુલાસો કરી દીધો, આ કારણે જ લોકોને તેની જાણકારી થઈ ગઈ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે જો જજોએ પોતાનો ફેસલા આ એફિડેવિટના આધાર પર આપ્યો છે તો આનાથી ન્યાય પ્રક્રિયા પર અસર પડે છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલામાં પોતાનો ફેસલો સંભળાવતા કહ્યું હતું કે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલાનો રિપોર્ટ કેગને આપી દેવામાં આવી છે, જેની જાણકારી પીએસીને પણ આપી છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરીને દાવો કર્યો કે કોઈ પણ રિપોર્ટ પીએસીની સમક્ષ રાખવામાં આવી નથી અને ખુદ પીએસીના મુખ્યા મલ્લિકાર્જુન ખડગેએ આની પુષ્ટિ કરી છે. રાહુલે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે સુપ્રીમ કોર્ટને ભટકાવી છે અને આ મામલે કોર્ટને ખોટી જાણકારી આપી છે

(1:24 pm IST)