Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

મોદી સરકારે આરબીઆઇ બોર્ડમાં આરએસએસ સાથે સબંધ ધરાવતા લોકોની નિમણુંક કરી છે : સાંસદ મોહમ્મદ સલીમ

નવી દિલ્હીઃ શકિતકાંત દાસની આરબીઆઇનાનવા ગવર્નર તરીકે નિયુકિત અંગે પ્રતિક્રિયા આપતા  માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉપાધ્યક્ષ મોહમ્મદ સલીમે રે કહ્યુ કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારે દેશની કેન્દ્રીય  બંકને પોતાના નિયંત્રણમા લેવાનો પ્રયત્ન કર્યો છે. મોહમ્મદ સલીમનો આરોપ છે કે સરકારે આરબીઆઇ બોર્ડમાં માત્ર એવા લોકોની  નિયુતિક કરી છે જેમનો સંધ સાથે સંબંધ હોય છે. આરબીઆઇની સ્વતંત્રતા જોખમમાં છે. આરબીઆઇ ઇતિહાસ બનવા જઇ રહી છે. નોટો ઉપર હવે મોદીના હસ્તાક્ષર હશે. આર્થીક બાબતો મુદે નિરક્ષર સંધિઓને આ કેન્દ્રીય બેંકના બોર્ડમા નિયુકત કરવામાં આવ્યા છે.  કેન્દ્રીય બેંકના અને સ્વાયત્તતા સાથે જોડાયેલ મુદાઓ પર સરકાર સાથે કથિત મતભેદ વચ્ચે ઉર્જિત પટેલે અચાનક મંગળવારે ગવર્નર પદેથી રાજીનામું  આપ્યું હતુ. ત્યારબાદ  આ જવાબદારી બુધવારે શકિતકાંત દાસને સોંપવામા આવી હતી.

(12:27 pm IST)