Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

પશ્‍ચિમ બંગાળમાં અમિત શાહની રેલી મો નનૈયો ભણનાર મમતા સામે ભાજપ સુપ્રિમમાં જશે

પશ્ચિમ બંગાળની સરકારે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહની રથયાત્રાને મંજુરી આપવાની ધરાર ના પાડી દીધી છે. બંગાળ સરકારે દાવો કર્યો છે કે, જો આ રથયાત્રાને મંજૂરી આપવામાં આવશે તો, રાજ્યમાં કોમી તંગદિલી ફેલાશે અને કાયદા અને વ્યવસ્થા જોખમાશે.

રથયાત્રાને મંજૂરી ન મળતા ભાજપનાં નેતા કૈલાશ વિજયવર્ગિયે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળે મંજૂરી ન આપતા અમે આ મામલે ઉચ્ચ ન્યાયાલયમાં જઇશું”

અમિત શાહ પશ્ચિમ બંગાળનાં કૂચબિહારમાં રથયાત્રા કાઢવાનાં છે.. મમતા બેનર્જીની સરકારે એવો દાવો કર્યો છે કે, અમિત શાહની યાત્રાથી રાજ્યમાં કોમી તંગદિલી ફેલાશે અને એટલા માટે આ યાત્રાને મંજુરી આપી નથી. આ પહેલા કલકત્તા હાઇકોર્ટે પણ આ યાત્રાને મંજૂરી આપવાની ના પાડી દીધી છે. પશ્ચિમ બંગાળનાં એડવોકેટ જનરલ કિશોર દત્તાએ કલકત્તા હાઇકોર્ટને જણાવ્યું હતું કે, અમિત શાહની યાત્રાથી વાતાવરણ ડહોડાઇ શકે છે.

તેમણે વધુમાં કોર્ટને જણાવ્યું હતું કે, કૂચબિહાર જિલ્લાનાં પોલીસ અધિક્ષકે અમિત શાહની રથયાત્રાને મંજુરી આપવાની ના પાડી દીધી છે. કેમ કે, આ યાત્રાથી રાજ્યમાં કોમી તંગદિલી ફેલાઇ શકે છે.

(8:29 pm IST)