Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

કાઝીરંગા નેશનલ પાર્કમાં શિકાર !:રાહીનોને મારી શિકારીઓ શીંગડા કાપી ફરાર

પ્રવાસીઓના એક ગ્રુપે નર રાહીનોનો મૃતદેહ જોતા વનવિભાગને કરી જાણ : રાત્રે ભડાકાનો અવાજ સંભળાયો હતો

ગૌહાટી :આસામમાં આવેલા પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્કમાં રાહીનો (Rhino)ને મારીને તેના શીંગડા કાપીને શિકારીઓ ફરાર થયા છે આ  નેશનલ પાર્કમાં એક પ્રવાસીઓનાં એક ગ્રુપે નર રાહીનોનો મૃતદેહ પડેલો જોયો હતો અને વન વિભાગને જાણ કરી હતી.

  પ્રવાસીઓના એક ગ્રુપે કાઝીરંગા નેશનલ પાર્કમાં આવેલા બાગોરી રેન્જમાં રાહીનોનો મૃતદેહ પડેલો જોયો હતો. આ ઘટનાની સાથે જ, આ વર્ષમાં રાહીનોનાં શિકારની સંખ્યા વધીને છ સુંધી પહોંચી ગઇ છે

ડિવીઝન ફોરેસ્ટ ઓફિસર રોહોની બલ્લવ સાઇકિયાએ જણાવ્યું કે, પ્રવાસીઓને રાહીનોનાં હાડકા દેખાયા હતા. પ્રવાસીઓ વર્લ્ડ હેરિટેજ સાઇટ જોવો ગયા હત્યા ત્યારે પ્રવાસીઓનાં રસ્તામાં જ આ હાડકા પડ્યા હતા. શુક્રવારે રાત્રે ભડાકાનો અવાજ સંભળાયો હતો પણ અમને એમ લાગ્યુ હતું કે, એ એવાજ આજુ-બાજુ ચાલતા લગ્નોમાં કદાચ ફટાકડા ફોડવાનો હશે.

”આ પહેલા 11 મેનાં રોજ, કાઝીરંગા નેશનલ પાર્કમાં બ્રહ્મપુત્રા નદી પાસેથી નર રાહીનોનાં હાડકા મળ્યા હતા. તેના શીંગડા ગૂમ હતા. શિકારીઓ રાહીનોનો શિકાર કરી શીંગડા લઇ નાશી છૂટ્યા હતા

(12:00 am IST)