Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

હવે વિમાનમાં પણ કરી શકાશે મોબાઈલ પર વાત, નિયમોને મંજૂરી :ટૂંક સમયમાં જ પૂરી થશે પ્રક્રિયા

સ્પાઇસ ઝેટ બોઈંગ 737 મેક્સ વિમાન સેટકોમથી સજ્જ: ડીઓટીએ અંતિમ નિયમોને જાહેર કર્યાં

 

નવી દિલ્હી :વિમાન પેસેન્જર્સ ઉડ્ડયન દરમિયાન મોબાઈલ પર વાતચીત અને ડેટાનો ઉપયોગ કરી શકાશે સેન્ટ્રલ એવિએશનસેક્રેટરી આર.એન.ચૌબેએ જણાવ્યું કે કેન્દ્રિય દૂરસંચાર વિભાગે ઈનફ્લાઈટ કનેક્ટિવિટી(IFC)ના નિયમોને જાહેર કર્યાં છે. આઈએફસી સેવા આપવા માટે ઈચ્છુક કંપનીઓ હવે લાઈસન્સ લેવા માટે ડીઓટીનો સંપર્ક કરી શકે છે.

  કંપનીઓ તેવી એરલાઈન્સને સેવા આપશે. જે પોતાના વિમાનોમાં આઈએફસીની સેવા આપવા માટે ઈચ્છુક છે. સાથે કંપનીઓ ભારતીય વાયુ સીમામાંથી પસાર થતાં વિમાનોને પણ સેવા આપી શકે છે. એવું માનવામાં આવે છે કે એરટેલ તથા જિયો જેવી લગભગ દરેક મોટી કંપનીઓએ ક્ષેત્રમાં આવવાની ઈચ્છા દર્શાવી છે.

  સ્પાઈસજેટે કહ્યું છે કે તેનું બોઈંગ 737 મેક્સ વિમાન સેટકોમથી સજ્જ છે. જે વિમાનમાં મોબાઈલ સેવા ઉપલબ્ધ કરવા માટે સક્ષમ છે. કંપનીનું કહેવું છે કે જેવી સરકાર તરફથી મંજૂરી મળશે તેઓ સેવાને શરુ કરશે.

 વિદેશી એરલાઈન્સમાં લુફ્તાંસા, સિંગાપુર એરલાઈન્સ, કતાર એરવેઝ અને એમિરેટ્સ પોતાના વિમાનોમાં લાંબા સમયથી વાઈફાઈ સેવા આપી રહી છે. જોકે, જેવા વિમાનો ભારતીય વાયુ સીમામાં પ્રવેશ કરે કે તરત તેમને સેવા બંધ કરવી પડે છે. ટ્રાઈ દ્વારા આઈએફસી પર ભલામણ જાહેર કર્યાંના 11 મહિના પછી ડીઓટીએ અંતિમ નિયમોને જાહેર કર્યાં છે.

(12:00 am IST)