Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

દેશના મંદિરોએ કેન્દ્ર સરકારને કરી માલામાલ : ગોલ્ડ

મોનેટાઈજેશન સ્કીમમાં 10,872 કિલો સોનુ કરાવ્યું જમા

 

નવી દિલ્હી :દેશના મંદિરોએ કેન્દ્ર સરકારને માલામાલ કરી છે.કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે સંસદમાં આપવામાં આવેલ માહિતી મુજબ છેલ્લા બે નાણાકિય વર્ષમાં સમગ્ર દેશના મંદિરો તરફથી સરકારની પાસે ગોલ્ડ મોનેટાઈજેશન સ્કીમ અંતર્ગત 10,872 કિલોગ્રામ થી વધુ સોનુ જમા કરાવ્યુ છે. અત્યારે એક કિલો સોનાની કિંમત 31 લાખ રૂપિયા છે.

  તુંણમુલના રાજ્યસભાના સભ્ય મો.ઈનામુલ હકે નાણા મંત્રાલયની છેલ્લા બે વર્ષમાં  ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં સમગ્ર દેશમાંથી રોકાણની માહિતિ માંગી હતી કેન્દ્રિય નાણા રાજ્યમંત્રી પોન રાધાકૃષ્ણને સ્કીમ અંતર્ગત મળેલા રોકાણની માહિતિ સંસદને આપી છે.  

   નાણા મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતિ મુજબ સમગ્ર દેશના મંદિરો, કંપનીઓ તરફથી છેલ્લા બે વર્ષમાં એટલે કે 2016-17માં 4,499.44 કિલો અને  2071-18માં  6,383 કિલો સોનાનું રોકાણ કરવામાં આવ્યું છે.

(12:00 am IST)