Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

રાફેલ મામલે કોંગ્રેસ સામે ભાજપ આક્રમકઃ સોમવારે એકસાથે 70 શહેરોમાં કરશે પ્રેસ કોન્ફ્રરેન્સ

સરકાર સામે ષડ્યંત્ર,દેશની રક્ષા સાથે છેડછાડ મુદ્દે કોંગ્રેસને ભીડવશે

 

નવી દિલ્હી: રાફેલ લડાકુ વિમાનની ખરીદી પ્રક્રિયાની તપાસની માગવાળી અરજી સુપ્રીમ કોર્ટ દ્વાર નકારી કાઢવામાં આવતા ભાજપે આરોપ લગાવનારી કોંગ્રેસની સામે આક્રમક વલણ દર્શાવ્યું છે. કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટી હેવ સોમવારે દેશભરના 70 શહેરોમાં એક સાથે પ્રેસ કોન્ફરેન્સ આયોજીત કરશે. તે દરમિયાન પાર્ટી કેન્દ્ર સરકારની સામે ષડયંત્ર રચનાર અને દેશની રક્ષાની સાથે છેડછાડ કરવાને લઇ કોંગ્રેસનો પર્દાફાશ કરશે

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા, મુખ્યમંત્રી ,પૂર્વ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ તેની તૈયારીઓમાં લાગ્યાં છે. દેશના 70 અલગ-અલગ જગ્યાઓ પર પ્રેસ કોન્ફરેન્સનું આયોજન તે દિવસે થશે. જે દિવસે કોંગ્રેસ પાર્ટીના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તેમની સરકાર બનાવાની ઉજવણી કરવામાં આવી રહી હશે. અત્રે ઉલ્લેખનીય છેકે 17 ડિસેમ્બરે રાજસ્થાનમાં કોંગ્રેસના નેતા અશોક ગહેલોત અને મધ્યપ્રદેશમાં કમલનાથ મુખ્યમંત્રી પદની સપથ લેશે.

(12:00 am IST)