Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

દેવાના ડુંગર નીચે દબાયેલી કંપની રિલાયન્સના માલિક અનિલ અંબાણી માટે આશાની કિરણોઃ અેક જ દિવસમાં મળ્યા બે રાહતના સમાચાર

દેવાના ડુંગર નીચે દબાયેલી કંપની રિલાયન્સના માલિક અનિલ અંબાણી માટે શુક્રવારનો દિવસ નવી આશાની કિરણો લઈને આવ્યો હતો. એક દિવસમાં તેમને બે મોટી રાહત મળી હતી. ખાસ વાત છે કે બંને ખુશી તેમને સુપ્રીમ કોર્ટ તરફથી મળી હતી. છેલ્લા કેટલાંક સમયથી તે સરકાર અને કોંગ્રેસ વચ્ચે રાફેલ ડીલના આરોપ-પ્રત્યારોપમાં ઘસડાઈ રહ્યા હતા તો બીજી તરફ તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન ફરી દેવાળુ ફૂંકવાની તૈયારીમાં હતી. બંને મુશ્કેલીમાંથી તેમને રાહત મળી ગઈ છે.

રાફેલ પર રાહતઃ

શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ અંગે દાખલ કરાયેલી બધી પીટિશનને રદ કરી દીધી હતી. વિપક્ષી જૂથોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ઓફસેટ પાર્ટનર માટે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સનો પક્ષ લીધો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે દાવા મોં-માથા વિનાના હોવાનું જણાવ્યું છે.

અનિલ અંબાણીએ શું કહ્યું?

અંગે અનિલ અંબાણીએ અબજો ડોલરના રાફેલ જેટ સોદા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને વધાવી લીધો હતો. તેમણે કહ્યું કે સાબિત કરે છે કે તેમની કંપની વિરુદ્ધ લગાવેલા આરોપ રાજનીતિથી પ્રેરાયેલા અને ખોટા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે 36 રાફેલ લડાયક વિમાન ખરીદવાના નિર્ણય લેવાની પ્રક્રિયા પર સંશય કરવા જેવુ કશુંય નથી.

બીજી રાહતઃ

અનિલ અંબાણી માટે સુપ્રીમ કોર્ટમાંથી શુક્રવારે બીજા મોટા એક રાહતના સમાચાર આવ્યા હતા. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આર.કોમના સ્પેક્ટ્રમ વેચાણને સોમવાર સુધી મંજૂરી આપી દેવામાં આવશે. ટેલિકોમ કંપની માટે એક રાહતના સમાચાર છે. સુપ્રીમની લીલી ઝંડી બાદ તે પોતાની સંપત્તિ વેચીને દેવુ ચૂકવી શકશે. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સે શુક્રવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સ્પેક્ટ્રમ વેચાણ માટે રિલાયન્સ ગૃપ પાસેથી 1400 કરોડની કોર્પોરેટ ગેરંટી લઈને જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી રહી છે.

(12:00 am IST)