Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયને અપાયેલી વચગાળાની સુરક્ષાની મુદત વધારી : વિજયવર્ગીયએ મહિલાને તેના ફ્લેટમાં બોલાવી હતી ત્યારબાદ આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજાર્યાનો આરોપ છે : આગામી સુનાવણી 2 ડિસેમ્બરે

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે બળાત્કારના ગુનામાં બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીય આરએસએસ સભ્ય જિષ્ણુ બસુ અને પ્રદીપ જોશીને કોલકત્તા હાઈકોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલી ધરપકડથી વચગાળાની સુરક્ષાની મુદત  વધારી દીધી છે. કોર્ટ સ્પેશિયલ લીવ પિટિશન (SLP) પર ચુકાદો આપી રહી હતી કોલકાતા હાઈકોર્ટના આદેશ સામે આલીપોરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશને રદબાતલ કરવામાં આવ્યો હતો જેણે આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

પીડિત મહિલા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિજયવર્ગીયએ તેને તેના ફ્લેટમાં બોલાવી હતી, ત્યારબાદ આરોપીઓએ તેના પર એક પછી એક બળાત્કાર ગુજાર્યો હતો, જેના પછી તેણીને ક્ષોભ ભરેલી  અવસ્થામાં ફ્લેટ છોડવાની ફરજ પડી હતી. તેણે વધુમાં આરોપ લગાવ્યો કે આરોપીઓએ તેને અને તેના પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:40 pm IST)