Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

મોદી-શાહની સભામાં લોકોને એકઠ્ઠા કરવા યુપી સરકાર કરોડો ખર્ચી રહી છેઃ પ્રિયંકા ગાંધી

જનતા હવે ભાજપની રાજનીતિ સમજી ચૂકી છે, આથી ચહેરો બચાવવા પૈસા ખર્ચી રહ્યાના આક્ષેપો

લખનઉં: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જનસભામાં ભીડ ભેગી કરવા માટે જનતાની કમાણીના કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, તેમણે આ દાવો પણ કર્યો કે જનતા હવે ભાજપની રાજનીતિને સમજી ચુકી છે, માટે પૈસા ખર્ચ કરીને ચહેરો બચાવવાની કવાયત કરવામાં આવી રહી છે.

કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારીએ ટ્વીટ કર્યુ, “લૉકડાઉન દરમિયાન જ્યારે દિલ્હીથી લાખો શ્રમિક બહેન-ભાઇ ચાલીને યુપીમાં પોત પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા, તે સમયે ભાજપ સરકારે શ્રમિકોને બસ ઉપલબ્ધ કરાવી નહતી પરંતુ વડાપ્રધાન અને ગૃહમંત્રીની રેલીમાં ભીડ લાવવા માટે સરકાર જનતાની કમાણીના કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે.

પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો, “યુપીના ગામે ગામમાં ભાજપ સામે નારાજગી છે. ભાજપની જુમલાની દુકાન, ફીકા પકવાન ધરાવતી રાજનીતિને બાળક પણ સમજી ચુક્યા છે. માટે કરોડો રૂપિયા લગાવીને, માત્ર ચહેરો બચાવવાની કવાયત ચાલી રહી છે.

પીએમ મોદીએ પૂર્વાચલ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કર્યુ

પીએમ મોદીએ પૂર્વાચલ એક્સપ્રેસ વેનું ઉદ્દઘાટન કર્યુ છે. પીએમ મોદી લખનઉંથી ગાજીપુર વચ્ચે 340 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ વેને ખુલ્લો મુક્યો હતો.

(5:40 pm IST)