Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

નરેન્દ્રભાઈની પહેલા સપાએ કરી નાંખ્યુ ઉદઘાટન :સાઈકલ ચલાવી

પૂર્વાંચલ એકસપ્રેસ વે માટે ક્રેડિટ લેવા જામી હોડ

લખનૌ,તા.૧૬: યુપીમાં પૂર્વાંચલ એકસપ્રેસ-વેનુ આજે પીએમ મોદીના હસ્તે ઉદઘાટન થયું છે. જોકે આ  એકસપ્રેસ વેના નિર્માણ માટે ક્રેડિટ લેવા ભાજપ અને સપામાં હોડ જામી છે.

આજે સપાના કાર્યકરોએ પીએમ મોદી પહેલા જાતે જ એકસપ્રેસ વેનુ ઉદઘાટન કરવાનો દાવો કર્યો હતો.કાર્યકરોએ એકસપ્રેસ વે પર સાયકલ ચલાવીને લોકોને અભિનંદન આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવ આ હાઈવેને  પોતાની સરકારની ઉપલબ્ધિ ગણાવી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે, ભાજપ દ્વારા સમાજવાદી પાર્ટીએ કરેલા વિકાસ કાર્યોનુ ઉદઘાટન થઈ રહ્યુ છે.

દરમિયાન સપાના કાર્યકરો હાઈવે પર સાયકલ ચલાવતા હોય તેવી તસવીરો પણ ટ્વિટર પર પાર્ટી દ્વારા શેર કરવામાં આવી છે અને સાથે કહ્યુ છે કે, સમાજવાદી પૂર્વાંચલ એકસપ્રેસ વે પૂર્વાંચલના વિકાસમાં માઈલ સ્ટોન સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ૩૪૧ કિલોમીટર લાંબો એકસપ્રેસ વે પૂર્વ અને પશ્ચિમ યુપીને જોડશે. ૨૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ એકસપ્રેસ-વે બનાવાયો છે.જે નવ જિલ્લામાંથી પસાર થશે. ૨૦૧૮માં પીએમ મોદીએ તેનો શિલાન્યાસ કર્યો હતો.

(3:53 pm IST)