Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI ૪૦૦ ને પારઃ બાળકો હોસ્પિટલમાં દાખલ થવા લાગ્યા

દેશની રાજધાની બની વાયુ પ્રદુષણનું હબ

નવી દિલ્હી, તા.૧૬:  દિલ્હીની હવામાં ઝેર ઓછું નથી થઈ રહ્યું. ગત લગભગ એક અઠવાડિયાથી દિલ્હીની હવા ખરાબ છે. જેની અસર આજે પણ જોવા મળી રહી છે. દિલ્હીમાં અડધો ડર્ઝનથી વધારે વિસ્તારોમાં ગુણવત્તા એટલે કે AQI હજું પણ ૪૦૦થી પર બનેલો છે. આનંદ વિહાર, દ્વારકા, પટપડગંજ, વજીરપુર સહિત અનેક વિસ્તારોમાં આજે સવારે ૯ વાગે ખ્મ્ત્નું સ્તર ૪૦૦થી વધારે રહ્યું છે. ત્યારે ચાંદની ચૌક, આઈટીઓ, લોધી રોડ જેવા વિસ્તારોમાં પણ આ ૩૦૦થી ૪૦૦ની વચ્ચે બનેલો રહ્યો છે. દિલ્હીમાં પ્રદૂષણની સૌથી વધારે અસર બાળકો અને વુદ્ધો પર  જોવા મળી રહ્યો છે. દિલ્હીની શ્વાસ રુંધાવવા વાળી હવાના કારણે બાળકોને શ્વાસ ફુલવાની સમસ્યા આવી રહી છે.

પરાળી (ઠુંઠા) સળગાવવા અને વાહનોથી થનારા પ્રદૂષણના કારણે દિલ્હીમાં બાળકો બિમાર પડવા લાગ્યા છે. આજે સવારે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં એક મહિલા પોતાના ૩ વર્ષની બાળકી સાથે પહોંચી. આ બાળકીને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી. મહિલાએ જણાવ્યું કે ગત અનેક દિવસોથી આ સમસ્યા આવી રહી હોવાથી તે દીકરીને ડોકટરની પાસે લાવી છે. બીજી તરફ પ્રદૂષણ પર નજર રાખનારી સંસ્થાઓએ પણ પોતાની શોધના આધારે દિલ્હીની હવાને બાળકો માટે ખતરનાક ગણાવી છે.

(2:30 pm IST)