Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ઉધ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસસ્થાન અને સીએમઓમાં કોરોનાનો ફરી પ્રવેશ

ઉધ્ધવ હાલ સ્પાડિલામસિસના ઓપરેશન બાદ હોસ્પીટલમાં સારવાર હેઠળઃ ઓ.એસ.ડી. કોરોના પોઝીટીવ

મુંબઇ તા.૧૬ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસ સ્થાન વર્ષા બંગલો તેમજ મુખ્યમંત્રી કચેરીમાં (સીએમઓ) કોરોનાએ ફરી પગ પેસારો કર્યો છે. આને લીધી ખળભળાટ મચી ગયો  છે. અહીં કામ કરનારા બધા કર્મચારીઓ અને અધિકારીઓને કાળજી લેવા કહયુ છે. કોવિડ-૧૯ની ટેસ્ટ કરવાની સુચના આપવામાં આવી છે.

દરમિયાન ઠાકરે પરિવારના બધા સભ્યોને કાળજી લેવામાં આવી રહી છે. બંને ઠેકાણે સેનિટાઇઝ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના વિશેષ કાર્યકારી અધિકારી ઓ.એસ.ડી. સુધીર નાખઇ કોરોના ટેસ્ટ પોઝીટીવ નોંધાય છે. આથી તેમને સારવાર માટે મુંબઇ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આના પગલે સાવચેતીના પગલા તરીકે મુખ્યમંત્રી કચેરી અને વર્ષા બંગલા પરના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તાત્કાલીક ટેસ્ટ કરવાની સુચના અપાઇ છે.

દરમિયાન સ્પાડિલામસિસના દુખાવાથી પરેશાન મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની ગિરગામ સ્થિત એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. હજી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(1:15 pm IST)