Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જયાંથી કોરોનાની શરૂઆત ત્યાં જ ફરી તબાહીના એંધાણ!

ચીનમાં ફરી કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ફેલાયુ : ડાલિયાન શહેરમાં સંપૂર્ણ લોકડાઉન

ચીનના પૂર્વ વિસ્તારના કેટલાક એરિયામાં લોકોની આવનજાવન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે

બિજીંગ તા. ૧૬ : ચીન આ સમયે કોરોનાના સૌથી સ્પીડથી ફેલાનારા ડેલ્ટા વેરિએન્ટથી લડી રહ્યું છે. આના ચાલતા ચીનના પૂર્વ વિસ્તારના કેટલાક એરિયામાં લોકોની આવનજાવન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. આ વેરિએન્ટ ગત અઠવાડિયે પગ પેસારો કરી ચૂકયું છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધી ચીનમાં ફકત ૯૮, ૩૧૫ મામલા સામે આવી રહ્યા છે.

સત્તાવાર ડેટા અનુસાર રોયટરે જણાવ્યું કે ૧૭ ઓકટોબર અને ૧૪ નવેમ્બરની વચ્ચે ડેલ્ટા વેરિએન્ટના કુલ ૧૩૦૮ મામલા મળ્યા છે. જે ગરમીની સિઝનમાં આવેલા ૧૨૮૦ મામલાથી વધારે છે. આ રીતે ચીન સૌથી વધારે સ્પીડથી ચાલી રહેલું સંક્રમણ બની ગયું છે. ૧૪ નવેમ્બર સુધી ચીનમાં ૯૮, ૩૧૫ કોરોનાના મામલાને કન્ફર્મ કર્યા છે. જેમાં દેશ અને વિદેશ જનારા લોકો સામેલ છે. સાથે જ અત્યાર સુધી ૪૬૩૬ મોત નોંધાયા છે.

ડેલ્ટા વેરિએન્ટે ૨૧ પ્રાંતો, ક્ષેત્રો અને વિસ્તારોને અસરગ્રસ્ત કર્યા છે. ચીનની સરકાર આને ગંભીરતાથી લઈ રહી છે. આના કારણે સરકારે સંક્રમિત લોકોની ઓળખ કરવી, રિસ્કવાળા વિસ્તારમાં લોકોનું ટેસ્ટિંગ, એન્ટરટેઈનમેન્ટ, કલ્ચરલ, ટૂરિઝમ જેવી ઈવેન્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી રહી છે.

નેશનલ હેલ્થ કમિશનના અધિકારી વૂ લિયાંગયૌએ શનિવારે એક ન્યૂઝ બ્રીફિંગમાં જણાવ્યું છે કે પૂર્વ વિસ્તારના શહેર ડાલિયાને વાયરસ મળ્યા બાદ સંપૂર્ણ રીતે લોક કરી દેવામાં આવ્યું છે. ડાલિયાન જ તે શહેર છે જેમાં ૪ નવેમ્બરની પહેલા કેસ રિપોર્ટ કર્યા છે.

ડાલિયાન શહેરની કુલ વસ્તીના ૭૫ લાખ છે. આ શહેરમાં એક દિવસમાં જ એવરેજ લગભગ ૨૪ નવા સંક્રમતિ કેસની ખબર પડી રહી છે. રોયટર્સના ડેટા અનુસાર આ ચીનનું બીજું શહેરોની સરખામણી વધારે છે. ડાલિયાનની પાસે કેટલાક શહેરો જેવા ડંડોગ, અનશન અને શૈનયાંગ શામેલ છે. ત્યારે ડાલિયાનથી આવનારા લોકોને ૧૪ દિવસ સુધી કવોરેન્ટાઈન કરવામાં આવી રહી છે.

(12:51 pm IST)