Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

બાન પરિવારના લગ્ન સમારંભમાં બે વિશ્વવિક્રમ સર્જાયા

મહેંદી અને સંગીત રસમની શરૂઆત દ્વારકાધીશ શ્રી કૃષ્‍ણની આરાધના સાથે કરવામાં આવી : ૬૫ પ્રકારની અલગ- અલગ સ્‍વાદની ચા પિરસવામાં આવી, જય અને હિમાંશીને દુનિયાનું સૌથી વિશાળ ગિફટ બોક્ષ અપાયું: મહેંદી ફંકશનમાં ઈન્‍ડિયન આઈડોલના ગાયકો અને ઐશ્વર્યા મજુમદારે જમાવટ કરીઃ ભવ્‍ય જલ્‍સો

રાજકોટઃ લગ્નમાં પ્રથમ વખત એવી ઘટના બની જે કયારે પણ બની નહીં હોય, (૧) સૌથી વધારે ફ્‌લેવરની ચા સર્વ થઈ, બાન લેબ્‍સની CARE tea તરફથી ૬૫ પ્રકારના અલગ અલગ સ્‍વાદની ચા પીરસવામાં આવી, અને આ એક વર્લ્‍ડ રેકોર્ડ સ્‍થાપિત થયો, (૨) દુનિયાનું સહુથી વિશાળ ગિફ્‌ટ બોક્ષઃ બાન લેબ્‍સ દ્વારા દુનિયાનું સૌથી મોટું ગિફ્‌ટ બોક્ષ જય અને હિમાંશીને આપવામાં આવ્‍યું જેની સાઈઝ હતી ૧૨ફૂટ × ૧૨ ફૂટ × ૧૨ફૂટ આ પણ વર્લ્‍ડ રેકોર્ડ બન્‍યો છે, ૬૫ ફ્‌લાવરની ચા જોઈ ઉમેદ ભવનનું સંચાલન કરનાર તાજ ગ્રુપના જનરલ મેનેજરે Care teaને જબરજસ્‍ત પ્રતિસાદ આપી આવકારી એમના દરેક લકઝરી હોટેલના મેનુમાં શામિલ કરવા માટે કહ્યું. આ વર્લ્‍ડ રેકોર્ડ માટે ગોલ્‍ડન બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડની સિનિયર જયુરી મેમ્‍બરની ટિમ જોધપુર ઉમેદ ભવન ખાતે ઉપસ્‍થિત રહી હતી.
મહેંદી ફંક્‍શનમાં એક અનોખું જ સેટઅપ હતું, જેમાં વિવિધ  પ્રકારની મેળાની રમતો હતી, જેમકે બોટલમાં રિંગ નાખવાની , એર ગનથી ફુગ્‍ગા ફોડવા, ડાર્ટ ગેમ,  લાઈવ બંગાળી તમારી ડિઝાઇન પ્રમાણે બનાવી આપવામાં આવી. દરેકને રાજસ્‍થાની પાઘ અને રૂંગબેરંગી ચુનરી પેહરવામાં આવી.
ઇન્‍ડિયન આઈડોલના સિંગરો એ રમઝકટ બોલાવી, આખો સેટ વિવિધ પ્રકારના ફૂલ અને કલર ફૂલ ફેબ્રિક અને ઇન્‍ડિયન ડેકોરથી બનાવવામાં આવ્‍યો હતા. દ્વારકાધીશ ભગવાનની ભવ્‍ય આરતી થઈ અને બાદમાં ઐશ્વર્યા મજુમદાર દ્વારા દાંડિયાનું ધમાકેદાર સંગીત પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું અને દરેક આ તાલમાં પૂર્ણ રીતે મગ્ન થઈ ઝુમ્‍યા હતા.
રાજસ્‍થાનના ભવ્‍ય ઉમેદ ભવન પેલેસ ખાતે આમંત્રિત મહેમાનનોનું રાજસ્‍થાની અંદાજમાં એક અલગ જ રીતે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પ્રથમ પતિયાલા બેન્‍ડ પછી રોયલ નગારા અને બ્‍યુગલથી સ્‍વાગત કરાયા બાદ મહેમાનો પેલેસની અંદર દાખલ થયા હતા ત્‍યારે રોયલ રાજસ્‍થાની ડાન્‍સ અને ગરબાથી મહેનાઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મહેમાનોનું સ્‍વાગત રાજસ્‍થાની અંદાજમાં યજમાન ઉકાણી પરિવાર દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ અગાઉ જય ઉકાણીએ રાજકોટ એરપોર્ટના વેઇટીંગ લોંજમાં વાગ્‍દતા હિમાંશી પટેલને ફ્‌લાવર બુકે આપી તેમનું સ્‍વાગત કરવામાં કર્યું હતું. ઉકાણી પરિવાર પણ મહેમાનોનું જાજરમાન સ્‍વાગત કરવા માટે એક દિવસ અગાઉ જ રાજસ્‍થાનના ઉમેદ ભવન પેલેસ ખાતે પહોંચી ગયો હતો.
મહેંદી અને સંગીત રસમની શરૂઆત દ્વારકાધીશની આરાધના સાથે થઈ હતી. સૌ કોઈ જાણે છે કે ઉકાણી પરિવાર દ્વારાકાધીશ શ્રી કૃષ્‍ણમાં ખુબ જ આસ્‍થા ધરાવે છે. ત્‍યારે સ્‍વાભાવિક છે કે મહેંદી અને સંગીત રસમની શરૂઆત દ્વારકાધીશ શ્રી કૃષ્‍ણની આરાધના સાથે કરવામાં આવી હતી. ગઈકાલે હલ્‍દી રસમ તેમજ બોલીવુડ નાઈટમાં સચિન અને જીગર પોતાના સુર રેલાવ્‍યા હતા. ઉલ્લેખીય છે કે સચિન જીગરની જોડીએ અત્‍યાર સુધીમાં ઘણા હિન્‍દી અને ગુજરાતી હીટ ગીત કંપોઝ પણ કર્યા છે. તેમજ કેટલાકમાં પોતાનો અવાજ પણ આપ્‍યા છે. આજરોજ ૧૬ નવેમ્‍બરના રોજ જાન, પ્રસ્‍થાન જાન આગમન, હસ્‍તમેળાપ, ફેરા સહિતની વિધિઓ સંપન્‍ન કરવામાં આવશે.

 

(10:47 am IST)