Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

મુંબઈમાં કરોડોનાં ગાંજો ઝડપાયો

મુંબઈઃ નાર્કોટીકસ કન્‍ટ્રોલ બ્‍યુરોની મુંબઈ યુનિટે નાંદેડ જિલ્લામાં ૧૧૨૭ કિલોનો ગાંજાનો જથ્‍થો જપ્‍ત કરી બે ની ધરપકડ કરી હતી. ગાંજાના આ જથ્‍થાની કિંમત ૫.૬૩ કરોડ રૂપિયા હોવાનું કહેવાય  છે. એનસીબીએ ગઈકાલે વહેલી સવારે આ કાર્યવાહી પાર પાડી હતી.
મુંબઈથી લગભગ ૫૭૦ કિ.મી.દૂર નાંદેડના નાયગાવ તાલુકાના મંજારમ ખાતેથી  આ જથ્‍થો એક ટ્રકમાંથી પકડી પાડવામાં આવ્‍યો હતો. આ ટ્રક હૈદ્રાબાદથી આવી હતી અને જલગાંવમાં આ જથ્‍થો પહોંચાડવમાં આવનાર હતો. જળગાવમાં આ ગાંજાનો જથ્‍થો કોને પહોંચાડવાનો હતો તેની તપાસ આદરી છે.

 

(10:46 am IST)