Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

મુંબઈના કાંજુરમાર્ગ પર સેમસંગ સર્વિસ સેન્ટરમાં ભીષણ આગ : ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે

માલસામાનનો સંગ્રહ કરવા માટેના વેરહાઉસમાં રાત્રે 8-45 કલાકે આગ લાગી: આગ ઓલવવા માટે પાણીના ચાર ટેન્કર પણ મોકલવામાં આવ્યા

મુંબઈના કાંજુરમાર્ગમાં ભીષણ આગ ફાટી નીકળી છે.આ આગ ભારે ઈન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં લાગી છે. ઈલેક્ટ્રોનિક સામાનના સર્વિસ સેન્ટરમાં લાગેલી આ આગની જ્વાળાઓ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ આગ સેમસંગ કંપનીના ઈલેક્ટ્રોનિક સામાનના સર્વિસ સેન્ટરમાં લાગી છે. આગની જાણકારી મળતા જ ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવા માટે પાણીના ચાર ટેન્કર પણ મોકલવામાં આવ્યા છે. આગ રાત્રે 8.45 કલાકે લાગી હતી.આગને ઓલવવાના પ્રયાસો ચાલુ છે.

ઓનલાઈન ડિલિવરી માટે આવતા ઓર્ડર માટે તે ઈલેક્ટ્રોનિક વસ્તુઓને અહીં રાખવા માટે આ જગ્યાનો ઉપયોગ ગોડાઉન તરીકે થાય છે. આ સિવાય અહીં ઈલેક્ટ્રોનિક આઈટમ રિપેરિંગ માટે સામાન લાવવામાં આવે છે. માલસામાનનો સંગ્રહ કરવા માટે વેરહાઉસમાં આગ લાગી છે.

આગ લાગવાનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. સેમસંગના સર્વિંગ સેન્ટર પાસે અન્ય ત્રણ કંપનીઓના ગોડાઉન પણ છે.આગ શા માટે લાગી અને આગ લાગ્યા બાદ કેવી રીતે આટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે અંગે હાલ માહિતી મળી નથી. આગની જ્વાળાઓ ખૂબ ઊંચાઈએ જતી જોવા મળે છે. આગનું આ વિકરાળ સ્વરૂપ જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. કાંજુરમાર્ગ પાસે એક ઝૂંપડપટ્ટી પણ છે. સાવચેતીના ભાગરૂપે ઝૂંપડપટ્ટીમાં આવવા-જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ફાયર ફાયટરો આગને વહેલી તકે કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. કારણ કે જો આગને ઝડપથી કાબૂમાં લેવામાં નહીં આવે તો તે નજીકના રહેણાંક વિસ્તારમાં ફેલાઈ જવાનો ભય છે.

(12:00 am IST)