Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

એક્ટર સોનૂ સુદને ભારતીય ચૂંટણી પંચે આપ્યું મોટું સન્માન: પંજાબ રાજ્યાના સ્ટેટ આઈકોન તરીકે પસંદ

લોકડાઉનમાં સોનૂએ લોકોને ફેસ શીલ્ડ, ખાવાનું, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓની પણ મદદ કરી હતી

નવી દિલ્હી : અભિનેતા સોનૂ સુદને ભારતીય ચૂંટણી પંચે પંજાબ રાજ્યાના સ્ટેટ આઈકોન તરીકે પસંદ કર્યા છે. સોનૂએ આ સન્માન પર ખુશી વ્યક્ત કરી છે. અને કહ્યુ છે કે, આનાથી સન્માનિત થયાનું અનુભવી રહ્યો છું. સોનૂએ લોકડાઉનમાં હજારો લોકોની મદદ કરી હતી. તે સતત અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂરોની મદદ કરી રહ્યો હતો, જેથી લોકો પોતાના ઘરે પહોંચી શકે.

આ સાથે જ સોનૂએ લોકોને ફેસ શીલ્ડ, ખાવાનું, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓની પણ મદદ કરી છે. થોડા દિવસ પહેલા જ સાનૂએ કહ્યુ હતું કે, તે પોતાની આત્મકથા લઈને આવી રહ્યો છે. જેનું નામ હશે, મેં મસીહા નહીં હું.

 ચૂંટણીઓને લઈને પણ સોનૂ લોકોમાં જાગૃતિ ફેલાઈ રહ્યો છે. હાલમાં જ તેણે બિહારમાં ખતમ થયેલી વિધાનસભા ચૂંટણી અંગે લોકોને અપીલ કરી હતી કે, પોતાનો મતદાતા હોવાનો ધર્મ નિભાવો અને આગળ આવો.

(9:28 pm IST)