Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 25 કેસ: કુલ આંક 9629એ પહોંચ્યો

ગઈકાલે 55 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 8853 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 92.18 ટકા થયો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 25 કેસ નોંધાતા કુલ આંક 9629 એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 25 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 9629 થયા છે.ગઈકાલે 55 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  8853 થતા રિકવરી રેટ  92.18 ટકા થયો છે.

છે. આજ દિન સુધીમાં કુલ 3,91,965 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(1:46 pm IST)