Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

નવી સરકારમાં તુટી નીતીશની ૧૫ વર્ષની જાડી : તારકિશોરપ્રસાદનું વર્ચસ્વ વધ્યુ

નવી દિલ્હી : કટીહારમાં ભાજપાના વિધાયક તારકિશોરપ્રસાદને સુશીલકુમાર મોદીની જગ્યાઍ વિધાનસભા પક્ષના નેતા તરીકે  પસંદ કરાયા છે. ભાજપના વરીષ્ઠ નેતા સુશીલકુમાર મોદીઍ ટવીટર પર ટવીટ કરીને શ્રી તારકિશોર પ્રસાદને ભાજપ વિધાનમંડળ દળના નેતા તરીકે ચુંટાઇ આવવા બદલ અભિનંદન આપ્યા હતા. આગળ જણાવેલ કે ભાજપ અને સંઘ પરિવારે મને ૪૦ વર્ષના રાજનીતિક જીવનમાં ઍટલુ આપ્યુ છે કે જે બીજા કોઇને નહીં મળ્યુ હોય. આગળ પણ મને જે જવાબદારીઓ સોપવામાં આવશે તે હું પુરી દ્રઢતા સાથે સંભાળીશ. છેવટે કાર્યકર તરીકેનું પદ તો કોઇનું કયારેય જવાનું નથી. હું અદના કાર્યકર તરીકે પણ મારૂ કર્તવ્ય બજાવતો રહીશ.

જા કે ભાજપ અને પદાધિકારીઓ તરફથી હજુ ઍ ઘોષણા નથી થઇ કે ઉપમુખ્યમંત્રી કોને બનાવાશે. તેમછતા સુશીલકુમાર મોદીની ટવીટથી ઍ સ્પષ્ટ જણાઇ આવે છે કે તેમનુ ઉપમુખ્યમંત્રીનું પદ છીનવાઇ ગયુ છે. અત્યાર સુધી ભાજપા વિધાનમંડળ દળના નેતા જ નીતિશકુમારની સરકારમાં ઉપમુખ્યમંત્રી બનતા આવ્યા છે. પણ હવે તેમની જાડી તુટી છે.

તારકિશોરપ્રસાદ બિહાર ભાજપના વરીષ્ઠ નેતા છે. કટીહાર જિલ્લામાંથી આવતા તારકિશોર પ્રસાદ પક્ષમાં સારૂ વર્ચસ્વ ધરાવે  છે. ભાજપે તેમને કટીહાર સીટ પર ઉમેદવાર બનાવ્યા હતા. જયાંથી  લગાતાર ચોથી વખત તેઓઍ જીત મેળવી લોકોનો અને પક્ષનો વિશ્વાસ સંપાદીત કર્યો છે. ૨૦૧૫ થી લાલુ અને નીતીશની મજબુત જાડી સામે તારકિશોરપ્રસાદે ચુંટણી જીતીને પોતાની મજબુતી પુરવાર કરી છે. (૧૬.૧)

(12:47 pm IST)