Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ વિરૂધ્ધ અસંતોષ ચરમ સીમાઍઃ રાજીનામાની માંગ

જેરૂસલેમઃ ઇઝરાયલના વડાપ્રધાન બેજામીન નેતન્યાહૂ વિરૂધ્ધ જનતામાં અસંતોષ વધતો જાય છે. પ્રદર્શનકારી છેલ્લા પાંચ મહિનાથી રાજીનામાની માંગને લઇને સાહીક પ્રદર્શન કરી રહયા છે. શનિવારે રાજધાની જેરૂસલેમ સ્થિત વડાપ્રધાન આવાસ બહાર પ્રદર્શનકારીઓ હાથમાં બેનરો લઇ આગળ વધ્યા હતા. પોલીસે તેમને રોકતા અંદરો અંદર ઝડપ થઇ હતી. ઘણા લોકોની ધરપકડ કરવામાં આવેલ. બાદમાં પોલીસે જગ્યા ખાલી કરાવેલ.

સુત્રોના જણાવ્યા મુજબ લગભગ ૧૦ હજાર લોકોઍ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. અનેક શહેરોમાં પણ પ્રદર્શન થયેલ. તેઓ નેતન્યાહૂને ભ્રષ્ટાચારમાં લીપ્ત અને કોરોના સામે લડવામાં નાકામ વડાપ્રધાન ગણાવી રહયા છે. જા કે વડાપ્રધાને અરાજકતા વાદી અને વામપંથી ગણાવ્યા હતા. કોરોનાને લીધે ઇઝરાયલની અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો છે અને ૧.પ૦ લાખ સંક્રમીત થયા છે અને હજાર લોકો મોતને ભેટયા છે.

(12:03 pm IST)