Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

DHFLના તમામ પોર્ટફોલિયો ખરીદવા અદાણીએ રસ દાખવ્યો : બીડની રકમ વધારવા પણ તૈયારી

અદાણી ગ્રૂપ DHFL ખરીદવા માટે બે-ત્રણ દિવસમાં રિવાઇઝડ બિડ રજૂ કરી શકે

મુંબઈ :અદાણી ગ્રૂપે નાદારીની પ્રક્રિયા તરફ જઈ રહેલી દીવાન હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (DHFL) ના તમામ પોર્ટફોલિયોના ખરીદવામાં રસ દર્શાવ્યો છે. અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ DHFL.ના જમીનદારોને મળ્યા હતા. આ મીટિંગમાં અદાણી ગ્રૂપે અમેરિકન કંપની ઓકટ્રી કરતા વધુ રકમ ચૂકવવાની ઓફર કરી છે

અદાણી ગ્રૂપ DHFL ખરીદવા માટે બે-ત્રણ દિવસમાં રિવાઇઝડ બિડ રજૂ કરી શકે છે. યુ.એસ. કંપની ઓકટ્રીએ DHFLના તમામ પોર્ટફોલિયોને ખરીદવા માટે 33,000 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી છે. સૂત્રોના અનુસાર અદાણી ઓકટ્રીગ્રૂપ કરતા 250-300 કરોડ રૂપિયા વધુની ઓફર કરી શકે છે.

ચાર કંપનીઓ દ્વારા સુપરત કરાયેલી બોલી વધવા છતાં DHFLને ધિરાણ આપનારાઓને આશરે રૂ. 60,000 કરોડ રાઈટ ઓફ કરવા પડશે. DHFLની COCએ આશરે 95,000 કરોડની જવાબદારી સવકૃત કરી છે. ચાર કંપનીઓમાંથી ઓકટ્રી પર સૌથી વધુ 33,૦૦૦ કરોડની બિડ છે. જો આ બોલીને મંજૂરી આપવામાં આવે તો ધીરનારાઓએ બાકીની રકમ રાઈટ ઓફ કરવી પડશે.દેવામાં ડૂબેલાDHFLની સંપત્તિ લગભગ 93,000 કરોડ રૂપિયા છે. 33,૦૦૦ કરોડ રિટેઇલ એસેટ પોર્ટફોલિયો રૂ. 48,૦૦૦ કરોડનો છે અને હોલસેલ પોર્ટફોલિયો રૂ. 12૦૦૦ કરોડની રોકડ અથવા સમકક્ષ સંપત્તિનો સમાવેશ છે.

(11:43 am IST)