Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

દિલ્હીમાં ૭૫૦ ICU બેડ ફળવતું કેન્દ્ર સરકારઃ દિલ્હીમાં કોરોના પોઝિટીવ કેસોનો સતત વધારોઃ ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી સમીક્ષા

બેઠક બાદ કેજરીવાલે જણાવ્યું કે બેડ પુરતી સંખ્યામાં છે પરંતુ ICU બેડ નથી જેથી કેન્દ્ર સરકાર ૭૫૦ બેડ આપ્વા જઇ રહ્યું છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMRની મોબાઈલ ટેસ્ટિંગ વાનોને તૈનાત કરવામાં આવશે

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોમાં  છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ નવા કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેને પગલે 15 નવેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટેસ્ટિંગ વધારવામાં આવશે. આટલું જ નહીં, કેન્દ્ર સરકાર દિલ્હીને 750 ICU બેડ પૂરા પાડશે.

આ બેઠક બાદ મુખ્યમંત્રી કેજરીવાલે મીડિયાને કહ્યું કે, કોવિડ બેડ પુરતી સંખ્યાં છે, પરંતુ ICU બેડ નથી રહ્યાં અને આથી કેન્દ્ર 750 બેડ આપવા જઈ રહ્યું છે.

DRDO સેન્ટરમાં આ વધારાના ICU બેડ આપવામાં આવશે. આ સાથે જ પ્રતિદિન ટેસ્ટિંગની સંખ્યા હવે 1 લાખની કરવામાં આવશે. કેન્દ્ર દિલ્હી સરકારની BiPAR મશીન લેવામાં મદદ કરશે, જેથી ICU બેડ વધારી શકાય.

કોરોના પર સમીક્ષા બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહે બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી ટ્વીટર પર આપી હતી. શાહે કહ્યું કે,

દિલ્હીમાં RT-PCR ટેસ્ટને બેગણા વધારવામાં આવશે. જ્યાં કોરોના સંક્રમણનું સૌથી વધુ જોખમ છે, ત્યાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMRની મોબાઈલ ટેસ્ટિંગ વાનોને તૈનાત કરવામાં આવશે.

ઑક્સિજનની સુવિધા આપનાર બેડની ઉપલબ્ધતા વધારવા માટે છતરપુરના 10000 બેડવાળા કોવિડ સેન્ટરને સશક્ત બનાવવામાં આવશે. MCDની કેટલીક હોસ્પિટલોને કોવિડ વોર્ડમાં બદલવામાં આવશે.

 

 

 

(9:23 am IST)