Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ સેક્ટરે ઓનલાઇન ફર્નિચર કંપની અર્બન લેડરનો 96 ટકા હિસ્સો હસ્તગત કરી લીધો

મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ સેક્ટરે એક મોટી ડીલ કરતા ઓનલાઇન ફર્નિચર કંપની અર્બન લેડરનો 96% હિસ્સો હસ્તગત કરી લીધો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શનિવારે મોડી રાત્રે શેરબજારોને આપેલી સૂચનામાં આ જાણવા મળ્યું હતું. કંપનીએ કહ્યું કે આ રોકાણ રિલાયન્સ જૂથની ડિજિટલ અને નવી વ્યાપારી પહેલને પ્રોત્સાહિત કરશે અને તે જ સમયે ગ્રાહકોને ઉત્પાદનોની સંખ્યામાં વધારો થશે.

રિલાયન્સ રિટેલ પાસે અર્બન લેડરનો બાકીનો હિસ્સો ખરીદવાનો વિકલ્પ પણ હશે, જે તેના કુલ હિસ્સાને 100% ઇક્વિટી શેર મૂડી પૂરી પાડશે. આ સિવાય રિલાયન્સ રિટેલે અર્બન લેડર કંપનીમાં વધુ 75 કરોડ રૂપિયાના રોકાણની ઓફર કરી છે.

 

કંપનીએ કહ્યું કે આ રોકાણ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. 17 ફેબ્રુઆરી 2012 ના રોજ ભારતમાં અર્બન લેડરની સ્થાપના કરવામાં આવી હતી. ઓનલાઇન ઉપરાંત રિટેલ સ્ટોર બિઝનેસમાં પણ આ કંપનીની હાજરી છે.

કંપની દેશના વિવિધ શહેરોમાં રિટેલ સ્ટોર્સની ચેન ચલાવે છે. નાણાકીય વર્ષ 2018-19 અર્બન લેડરની આવક 434 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 49.41 કરોડ થયો છે.

(12:00 am IST)