Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પરાસ્ત સેનાના જનરલની જેમ બીજેપી કાર્યકર્તાઓનું મનોબળ વધારી રહ્યા છે ફડણવીસઃ એનસીપી ની ટિપ્પણી

         એનસીપીના પ્રવકતા નવાબ મલિકએ કહ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પરાસ્ત સેનાના જનરલની જેમ બીજેપીના કાર્યકર્તાઓનું મનોબળ  વધારવાની કોશિષ કરી રહ્યા છે.

         મલિકએ કહ્યું બીજા દળોથી ગયેલ નેતા બીજેપીમા ધારાસભ્ય બને અને બીજેપી નેતાઓને એમના તુટવાનો ડર છે.  માટે એમને સાથે રાખવા માટે નિવેદન કરી રહ્યા છે.

         બીજેપી પ્રદેશ અધ્યક્ષએ કહ્યું અમારા વગર મહારાષ્ટ્રમાં સરકાર નથી બની શકતી અમે રાજયમાં સરકાર બનાવશુ.

 

(11:56 pm IST)