Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મહારાષ્ટ્રના પડઘા દિલ્હીમાં પડ્યા : સંસદમાં હવે શિવસેનાના સંસદસભ્યો વિપક્ષમાં બેસશે

એનડીએ ઘટક દળોની બેઠકમાં શિવસેના ભાગ ના લે તેવી સંભાવના

મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ અલગ થઇ છે શિવસેના,એનસીપી અને કોબન્ગ્રેસ સરકાર રચવા આગળ વધી રહી છે ભાજપ સાથે સંબંધ તોડ્યા પછી હવે શિવસેના માટે ઘણા સમીકરણ બદલવાના છે. સૂત્રોના મતે રાજ્યસભામાં શિવસેનાના સાંસદ સંજય રાઉત અને અનિલ દેસાઇનું બેસવાનું સ્થાન બદલી જશે. શિવસેનાના આ બંને સાંસદો હવે વિપક્ષની સાથે બેસશે. તેનું કારણ એનડીએથી શિવસેનાનું અલગ થવાનું બતાવવામાં આવી રહ્યું છે.
 
સંસદમાં 18 નવેમ્બરથી શરુ થનાર શીતકાલીન સત્રની પૂર્વ સંધ્યાએ રવિવારે દિલ્હીમાં થનારી એનડીએ ઘટક દળોની બેઠકમાં શિવસેના ભાગ ના લે તેવી સંભાવના છે. પાર્ટીના એક નેતાએ શનિવારે આ વાત કરી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે

(9:28 pm IST)