Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રામ મંદિર નિર્માણની તૈયારીઓ પુર જોશમાં

છ ફુટ ઉંચો, પાંચ ફુટ પહોળો, સવા બે ટનનો ઘંટઃ પીતળની સાથે અષ્ટ ધાતુમાંથી બનાવાશે

અયોધ્યાઃ સુપ્રિમના ચુકાદા પછી અયોધ્યામાં રામમંદિર માટે ટ્રસ્ટ બનાવવામાં  સરકાર લાગી ગઇ છે તો શ્રધ્ધાળુઓએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રામમંદિરમાં ૨૧૦૦ કિલોનો ઘંટ લગાડવાની તૈયારીઓ થઇ રહી છે. જે એટાના જલેસરમાં બનાવાઇ રહ્યો છે.

માહિતી મુજબ, આ વિશાળ ઘંટનો ઓર્ડર વારાણસીની એક ખાનગી કંપનીએ જલેસરના એક કારખાનાને આપ્યો છે. ઘંટની ઉંચાઇ ૬ ફુટ અને પહોળાઇ પ ફુટની હશે. આ ઘંટના નિર્માણ માટે તેનું મોડલ અને ફર્મો તૈયાર થઇ ચુકયો છે. જલેસરના કારખાનામાં તેને બનાવવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. તેને બનાવવામાં લગભગ એક મહિનો લાગશે.

કારખાનાના માલિક વિકાસ મિત્તલે જણાવ્યું કે તેમાં પીતળ ઉપરાંત અષ્ટ ધાતુઓનો ઉપયોગ કરાઇ રહ્યો છે. તેની જલેસરનું નામ અંકિત થશે. મિત્તલે કહ્યું કે આ ઘંટ બનાવવાનું કામ હિંદુ અને મુસ્લિમ સમાજ લોકો ભેગા મળીને કરી રહ્યા છે. ઘંટ પર ડીઝાઇન અને ઘસાઇનું કામ ઇકબાર અને ભૂરામિંયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(3:29 pm IST)