Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ગુજરાતી વેપારીએ કરોડોનો ચુનો લગાડ્યો

સાન ડીએગોના સ્થાનિક ટેકનિકલ ટ્રેનિંગ સ્કુલના ગુજરાતી મૂળના માલીકે વેટરન્સ (પ્રોઢ) માટે શિક્ષણના લાભ માટે અપાતા કરોડો ડોલરની છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી હતી. યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ એફેર્સ સાથે તેણે ૨.૯ કરોડ ડોલરની છેતરપીંડી કરી હતી.બ્લુ સ્ટાર લર્નિંગ સ્કુલના માલિક ૩૬ વર્ષના નિમેશ શાહે ૯:૧૧ પછી ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ એફેર્સ દ્વારા બનાવેલા જી-વન બિલમાં ૨.૯ કરોડ કરતાં પણ વધુ ડોલરની છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી હતી.

અમેરિકાના બે ટાવરો પર કરાયેલા હુમલા એટલે કે ૯:૧૧ જી-વન બિલ પ્રોઢ અને લશ્કરના પૂર્વ સૈનિકોને શિક્ષણ અને નિવાસ મેળવવામાં તેમજ શિક્ષણ સબંધીત અન્યા ખર્ચાઓને પહોંચી વળવા તેમને મદદરૂપ બનવા બનાવવામાં આવ્યું હતું.જે શાળાઓમાં વેટરન્સ ભણતા હોય ત્યાં આ વિભાગ સીધી રીતે તેમની ટયુશન ફી મોકલી આપે છે અને જો કોઇ વ્યકિત એ એક કરતાં વધારે વખત પ્રવેશે મેળવ્યો હોય તો તેને માસિક દ્યર ભાડું પણ અપાય છે. ઉપરાંત પુસ્તકો, સાધનો અને અન્ય ખર્ચાઓ માટે પણ સીધી રીતે તેમના પૈસા જે તે શાળામાં મોકલી આપે છે.

નિમેશ શાહે કરેલી છેતરપીંડીના કારણે અમેરિકન સરકારને ટયુશન ફીના ૧.૧ કરોડ અને ૧.૮ કરોડ હાઉસિંગ તેમજ અન્ય પરચુરણ ખર્ચ પેટે ગુમાવવા પડયા હતા. નિમેશ શાહના પત્ની નિધી શાહ પણ આ ગુનામાં ભાગીદાર હતી. તેણે પણ મોટી સજાથી બચવા છેતરપિંડીનો સ્વીકાર કર્યો હતો. તેણે ખોટા નિવેદનો આપ્યા હતા. તેના ઇન્ટરવ્યુ વખતે એજન્ટને સાવ ખોટા જવાબો આપયા હતા.શાહના કબુલાતનામા પ્રમાણે માર્ચ ૨૦૧૬થી જૂન ૨૦૧૯ સુધી તેણે પોસ્ટ ૯-૧૧ જી-વન બિલના જે લાભ મળે છે તે લેવા ષડયંત્ર દ્યડયા હતા જેમાં તેની પત્ની નિધી પણ સંડોવાઇ હતી.

શાહ સારી રીતે જાણતો હતો કે તેની ટ્રેનિંગ સ્કુલમાં લગભગ સો ટકા હાજરી છે જ છતાં તેણે અનેક વખતે ફેડરલ એજન્સીઓ સમક્ષ તેના કેન્દ્ર દ્વારા તમામ નિયમો પર અમલ કરાતું હોવાનું કહ્યું હતું જે તદ્દન ખોટું હતું.અમેરિકામાં ગુજરાતી મૂળના વેપારીની સરકાર સાથે કરોડો ડોલરની છેતરપિંડીતેણે લખ્યું હતું કે દરેક બિન પ્રોઢ કોર્સ માટે ઓછામાં ઓછા ૧૫ ટકા વધુ રકમ મળવી જોઇએ. તેણે નોન વેટરન્સ માટે ભૂતિયા વિદ્યાર્થીઓ ઊભા કર્યા હતા અને તેમના નામ, સરનામા, તેમના જન્મ પ્રમાણ પત્ર, સીકયોરિટિ નંબર, ફોન નંબર અને દરેકના ઇ-મેલ પણ બનાવ્યા હતા.

તેણે એવી પણ રજૂઆત કરી હતી કે મારા ટ્રેનિંગ સ્કુલના તમામ વિદ્યાર્થીઓ ઇન્ફોરેશન ટેકનોલોજી અને ટેકનિકલ સંસ્થાઓમાં નોકરી કરે છે. શાહે કરેલી રજૂઆતમાં તમામની બનાવટી ઓળખ અને દસ્તાવેજો પણ બનાવીને સરકારને મોકલ્યા હતા. ઉપરાંત શાહે ૩૦ ભૂતિયા કંપનીઓ પણ બનાવી હતી જેમાં પ્રોઢ લોકો નોકરી કરે છે તેવી રજૂઆત કરી હતી.

(3:29 pm IST)