Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

આજથી બે મહિના માટે ખુલશે સબરીમાલા મંદિરના કપાટઃ ૩૬ મહિલાઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન

નવી દિલ્હી, તા.૧૬: કેરળના સબરીમાલામાં આજથી બે મહિના માટે મંદિરના કપાટ ખુલવાના છે અને તે સાથે જ મંડલા પૂજાની શરૂઆત થશે. ત્યારે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને લીધેલા નિવેદન બાદ મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળશે કે નહી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર ચુકાદાને લઈને થયેલી પુનઃર્વિચાર અરજી સાત જજોની બેન્ચને સોંપી દીધી હતી.

આજે સાંજે સબરીમાલા મંદિરે મોટી સંખ્યામાં લોકો પહોંચવાના છે. મંદિરની ઓનલાઈન બુકિંગ સુવિધા દ્વારા ૩૬ મહિલાઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચુકી છે. આ મહિલાઓનેે ગુરુવારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા જ રજીસટ્રેશન કરાવી ચુકયુ હતુ. ત્યારે તેઓને પ્રવેશ મળશે કે કેમ તેના પર સૌની નજર છે.

એએનઆઇના રિપોર્ટ અનુસાર રાજય સરકાર મંદિર તરફ પ્રયાણ કરતી કોઇ પણ મહિલાને સુરક્ષા પુરી નહી પાડે, જે મહિલાનઓને સુરક્ષાની જરૂર છે તેમણે સુપ્રીમ કોર્ટમાંથી આદેશ પારિત કરાવો જોઇએ.

- સબરીમાલા મંદિરના આજે સાંજે ખુલશે કપાટ

-બે મહિના માટે દર્શનાર્થીઓ કરી શકશે મુલાકાત

-કોર્ટના નિર્ણય બાદ મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળે છે કે  કેમ તેના પર નજર

-સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા જ ૩૬ મહિલાઓ કરાવી ચુકી છે ઓનલાઈન બુકિંગ

- મહિલાઓને પ્રવેશ મળશે કે નહીં તેની પર સૌની નજર

- મંદિર તરફ પ્રયાણ કરતી કોઇ પણ મહિલાને સુરક્ષા પુરી  નહીં પાડે રાજય સરકાર

(3:28 pm IST)