Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બિલ ગેટ્સ બે વર્ષ બાદ સૌથી ધનવાન વ્યકિત : બેઝોસ બીજા ક્રમે

બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેકસનો રિપોર્ટઃ ગેટ્સની કુલ નેટવર્થ ૭.૮૯ લાખ કરોડ

વોશિંગ્ટન,તા.૧૬: માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ (૬૪) બે વર્ષ પછી ફરી એક વખત દુનિયાના સૌથી ધનવાન વ્યકિત બની ગયા છે. ઓકેટોબર ૨૦૧૭માં  ગેટ્સને પછાડીને જેફ બેઝોસ (૫૫) દુનિયાના સૌથી ધનવાન વ્યકિત બની ગયા હતા. શુક્રવારના રોજ એમેઝોનના સીઈઓ બેઝોસને પછાડીને ફરી એક વખત બિલ ગેટ્સ દુનિયાના સૌથી ધનવાન વ્યકિતની યાદીમાં ટોચના સ્થાન પર પોતાનું સ્થાન મેળવી લીધું છે. જયારે બેઝોસ પહેલા નંબર પરથી બીજા નંબર પર પહોંચી ગયા છે.

બિલ ગેટ્સની નેટવર્થ હવે ૧૧૦ અરબ ડોલર (૭.૮૯ લાખ કરોડ રૂપિયા) અને બેઝોસની ૧૦૯ અરબ ડોલર (૭.૮૨ લાખ કરોડ રૂપિયા) છે. માઈક્રોસોફ્ટના શેર્સમાં તેજી આવવાના કારણે બિલ ગેટ્સને ખૂબ જ ફાયદો થયો હતો. છેલ્લા ૨૨ દિવસમાં માઈક્રોસોફ્ટના શેર્સ ચાર ટકા જેટલા વધ્યા હતા.ઙ્ગ

માઈક્રોસોફ્ટના શેર્સમાં છેલ્લા થોડા દિવસમાં આવેલી તેજીને કારણે કંપનીને દ્યણો ફાયદો થયો હતો. અમેરિકી રક્ષા વિભાગે ૨૫ ઓકટોબરના રોજ માઈક્રોસોફ્ટને ૧૦ અબજ ડોલરનો કલાઉડ કમ્પ્યૂટિંગ કોન્ટ્રાકટ આપવા માટેની જાહેરાત કરી હતી. ત્યારથી માઈક્રોસોફ્ટના શેર્સમાં ચાર ટકાની તેજી જોવા મળી છે. આ દરમિયાન એમેઝોનના શેર્સમાં બે ટકાનો દ્યટાડો થયો હતો. માઈક્રોસોફ્ટનો શેર આ વર્ષે ૪૮ ટકા વધી ગયો છે.

(3:28 pm IST)