Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

વિદ્યાર્થીઓમાં વજન ઘટાડવા જાગૃતિ લાવવા નવીનતમ પ્રયોગઃ ૨૦૦ ગ્રામથી માંડીને ૬ કિલો સુધી વજન ઘટાડયા

દિવાળી વેકેશન દરમિયાન ઉદ્દગમ અને ઝેબર સ્કૂલ દ્વારા વિધાર્થીઓને વજનની જાળવણી કરવાપ્રોત્સાહિત કરવા માટે એક સ્પર્ધા રાખવામાં આવી હતી. જેનું રિઝલ્ટ સ્કૂલ દ્વારા આજે જાહેર કરવામાં આવતા બંને સ્કૂલમાંથી મળી ૩૫૦ વિધાર્થીઓએ ભાગ લીધો તેમાંથી ૧૦૦ વિદ્યાર્થીઓ વજન દ્યટાડવામાં સફળ રહ્યાં હતા. સ્પર્ધા માટે ઉદ્દગમ અને ઝેબર સ્કૂલના મળી ૩૫૦ વિદ્યાર્થીઓએ આ નવતર સ્પર્ધામાં ભાગ લેવા માટે રસ બતાવ્યો હતો. જે ૧૦૦ વિદ્યાથીઓએ વજન દ્યટાડ્યું

 તેમાં ગર્લ્સ ૬૦ અને બોયઝ ૪૦ હતા. કુલ ૧૦૦ વિદ્યાર્થીઓએ ૨૦૦ ગ્રામથી માંડીને દ કિલો સુધીનું વજન દ્યટાડ્યું હતું. ઉદ્દગમ સ્કૂલની વિહા વ્યાસ પ્રથમ સ્થાને, બીજા સ્થાને ખ્વાઈશ ઠગરીયા, કનક વસાવડા અને ત્રીજા સ્થાને જૈનિશી શાહ રહ્યાં હતા. વિજેતા વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી ફીટબીટ વોચ ઈનામ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમજ અન્ય વિદ્યાર્થીઓએ કે જેઓ થોડું પણ વજન દ્યટાડી શકયા નહોતા તેમને પ્રોત્સાહન સ્વરૂપે સત્વરસના વાઉચર આપવામાં આવ્યા હતા. સ્કૂલની આ નવતર પહેલને વાલીઓએ પણ વધાવી લીધી હતી.

(3:25 pm IST)