Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

કેન્દ્રની મદદ બંધ થતા બંધ થવાના આરે હતા મદ્રેસાઓઃ કોંગી મુખ્યમંત્રી

ગેહલોત સરકારે મદ્રેસાઓને આપ્યા ૧૮૮ લાખ

જયપુરઃ રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થયા પછી કેન્દ્ર સરકાર દ્વારા મદ્રેસાઓને મળતી મદદ બંધ થઈ ગઈ હતી ચાલુ નાણાકીય વર્ષમાં રાજસ્થાનની ૩૨૪૦ મદ્રેસાઓ અને અપાતી લગભગ નવ કરોડ રૂપિયાની નાણાકીય સહાય ન મળવાથી મદ્રેસાઓ બંધ થવાના આરે છે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે મદ્રેસાઓ ની ચિંતાજનક હાલત જોતા રાજ્ય ભંડોળમાંથી ૧૮૮ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે પણ આ રકમ આ મદ્રેસાઓ માટે પૂરતી નથી રાજ્ય સરકારની આ રકમથી ફકત થોડા દિવસો માટે જ મદ્રેસાઓ નું સંચાલન થઈ શકે તેમ છે રાજસ્થાન સરકારમાં લઘુમતી બાબતોના પ્રધાન ર્સ્નીશ્રફૂત્ર્ર્ી મહંમદ નો કહેવું છે કે કેન્દ્ર સરકારની તુષ્ટિકરણની નીતિ મદ્રેસાના બાળકો ને ભારે પડી રહી છે મોદી સરકાર લઘુમતી હિતોની મોટી મોટી જાહેરાત કરે છે પણ રાજસ્થાન ને અપાતી ગ્રાન્ટ ને રોકી તેણે પોતાનો અસલી ચહેરો દેખાડી દીધો છે ચાલે હમદ નું કહેવું છે કે મુખ્યપ્રધાન ની સંવેદનશીલતાને કારણે રાજસ્થાનની મદ્રેસાઓને નવું જીવતદાન મળ્યું છે મુખ્યપ્રધાન ગેલોત આ મદરેસાઓને મળતી સહકાર રાશિ ચાલુ રાખવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખશે રાજ્ય સરકાર કોશિશ કરી રહી છે કે જ્યાં સુધી આ રકમ કેન્દ્ર તરફથી ન મળે ત્યાં સુધી મદરેસાઓને સંચાલનમાં કોઈ મુશ્કેલી ન પડે મળતી માહિતી અનુસાર જો ભવિષ્યમાં પણ આ મદરેસાઓને સહાયતા રાશિ ની જરૂર પડશે તો ફરીથી તેમને આપશે.

(2:27 pm IST)