Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ઓવૈસી અયોધ્યા નિર્ણય પર ટિપ્પણીને લઇને ટ્રોલ : ટ્વિટર પર ટ્રેન્ડ 'ઓવૈસી_ભારત_છોડો'

નવી દિલ્હી : અયોધ્યાનાં કેસ અંગે સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક ચુકાદા પર એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, મને મારી મસ્જિદ પાછી જોઇએ છે

સોશિયલ મીડિયા હવે ઓવૈસીનાં આ નિવેદનનો વિરોધ કરી રહ્યુ છે, ઓવાસી ભારત છોડો ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યુ છે. આ ટ્રેન્ડ પર અત્યાર સુધીમાં 13 હજારથી વધુ ટ્વીટ્સ મળી છે. લોકો કહે છે કે જ્યારે ઓવૈસી ત્રિરંગો લહેરાવતો નથી, રાષ્ટ્રગીત ગાતો નથી, વંદે માતરમ બોલતો નથી, બંધારણનું પાલન કરતો નથી, સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વીકારતો નથી, તો તેને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી ઓવૈસીએ તુરંત ભારત છોડવું જોઈએ.

 9 નવેમ્બરનાં નિર્ણયનાં દિવસે ઓવૈસીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટથી પણ ચૂક થઈ શકે છે. જેમણે બાબરી મસ્જિદ તોડી હતી તેમને ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.

(2:09 pm IST)