Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ગોવામાં MiG-29K ફાઇટર પ્લેન ક્રેશ : બંને પાયલટ સુરક્ષિત

તાલિમી વિમાન ખુલ્લા ખેતરમાં અને સુરક્ષિત વિસ્તારમાં તૂટી પડ્યું:એન્જીનમાં આગ લાગી હતી.

ગોવામાં ભારતીય નેવીનું MiG-29K ફાઇટર વિમાન તાલિમ દરમિયાન ક્રેશ થઈ ગયું છે પ્લેનના બંને પાયલટ બહાર નીકળવામાં સફળ રહ્યા છે. આ ફાઇટર જેટ તાલિમ માટે હતું. દુર્ઘટના પણ તાલિમ દરમિયાન બની હતી

   ગોવાના ડબોલીમ ખાતે આ વિમાન તૂટી પડ્યું હતું. પ્લેનના બંને પાયલટ કેપ્ટન એમ. શેખંદ અને લેફ્ટિનન્ટ કમાન્ડર દીપક યાદવ બંને સુરક્ષિત છે. નેવી પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલના કહેવા પ્રમાણે, આ એક તાલિમી પ્લેન હતું, જેના એન્જીનમાં આગ લાગી હતી.

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે MiG-29K તાલિમી જેટના જમણા એન્જીન સાથે બર્ડહિટિંગ થયું હતું. જે બાદમાં વિમાન ખુલ્લા ખેતરમાં અને સુરક્ષિત વિસ્તારમાં તૂટી પડ્યું હતું. આ બનાવમાં કોઈ નાગરિક કે પાયલટની જાનહાની નથી થઈ.

(1:43 pm IST)