Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

લોજિસ્ટિક અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ક્ષેત્રે ૨૬ વર્ષની ગુજરાતની યુવતીએ મેળવી મોટી સિદ્ઘિ

માત્ર ત્રણ વર્ષ પૂર્વે સ્થપાયેલી Tatkalorry Pvt. Ltd. કંપનીએ મેળવ્યો રાષ્ટ્રીય ઉદ્યોગ સાહિસક ૨૦૧૯નો એવોર્ડ

મુંબઇ, તા.૧૬: ગુજરાતની નિકિતા મહેશ્વરીએ માત્ર ૨૬ વર્ષની ઉંમરે સિરામિક ઉદ્યોગ માટે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ લોજિસ્ટિક કંપની સ્થાપી અને આ કંપનીએ માત્ર ૩ વર્ષના ટુંકા સમયગાળામાં ભારત સરકારના Ministry of Skills Development and Entrepreneurship તરફથી રાષ્ટ્રીય ઉદ્યોગસાહિસક ૨૦૧૯નો પુરસ્કાર પ્રાપ્ત કરીને મોટી સિદ્ઘિ હાંસલ કરી છે.

વર્ષ ૨૦૧૬ માં નિકિતા મહેશ્વરીએ વિવિધ ટેક સ્ટાર્ટઅપ્સથી પ્રેરણા મેળવી હતી અને તેણે એ વાતની નોંધ લીધી હતી કે, કોઈ પણ ક્ષેત્રે જડમૂળ થી પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતા કોર-મેન્યુફેકચરિંગ ઉદ્યોગથી સંબંધિત યુવા ઉદ્યોગસાહસિકોની સંખ્યા બહુ ઓછી છે. જૂન ૨૦૧૬માં, તેમણે તેમના ભાગીદારો સાથે મળીને Tatkalorry Pvt. Ltd.ની શરૂઆત કરી. જેણે તાજેતરમાં જ ગત ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ ભારત સરકારના Ministry of Skills Development and Entrepreneurship તરફથી રાષ્ટ્રીય ઉદ્યોગસાહિસક ૨૦૧૯ પ્રાપ્ત કર્યો છે.

નિકિતા મહેશ્વરીનુ માંનવુ છે કે, આમ તો સિરામિક ઉદ્યોગની ૯૦ ટકા ક્ષમતા ગુજરાત ખાતે સ્થપાયેલી છે તેમ છતાં આ ઉદ્યોગમાં સંગઠિત લોજિસ્ટિકસ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો અભાવ છે. અહીંયા મોટાભાગના સર્વિસ પ્રોવાઇડર્સ અસંગઠિત છે. જો કે, તેઓ માળખાગત વિકાસ, સંગઠીત વર્ક ફોર્સ અને સમયસર સર્વિસમાં યોગ્ય ઉકેલો પ્રદાન કરાવવાની સ્થિતિમાં નહોતા.

Tatkalorry Pvt. Ltd. સર્વશ્રેષ્ઠ લોજિસ્ટિકસ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ કંપની તરીકે ખાસ કરીને આ બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યુ. લોજિસ્ટકસ અને સપ્લાયચેઇન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરીને Tatkalorry કંપનીએ વિવિધ સમ્માન અને એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ સમ્માન ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજભારત સરકારના Ministry of Skills Development and Entrepreneurship તરફથી National Entrepreneurship Award ૨૦૧૯ પ્રાપ્ત કર્યો છે. તો આ અગાઉ જૂન ૨૦૧૯માં આ કંપનીએ ગુજરાત સરકાર દ્વારા SSIP સ્ટાર્ટઅપ પ્રશંસા એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો અને ડિસેમ્બર ૨૦૧૮માં તેમણે NUJS અને નીતિ આયોગના સંયુકત ઉપક્રમ તરફથી પશ્ચિમ ઝોનમાં Start Smart Jury Award હાંસલ કર્યો હતો.

(12:56 pm IST)