Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાષ્ટ્રીય પ્રેસ દિવસઃ ગુલાબ કોઠારીને પત્રકારત્વનું શ્રેષ્ઠ સન્માન

ઉપરાષ્ટ્રપતિ નાયડુજીના હસ્તે ''રાજા રામ મોહન રાય પુરસ્કાર'' એનાયત

નવીદિલ્હીઃ રાષ્ટ્રીય પ્રેસ દિવસ અવસરે રાજસ્થાન પત્રિકા ગ્રુપના મુખ્ય એડીટરશ્રી ગુલાબ કોઠારીને પ્રેસ પરિષદ પત્રકારીત્વનું શ્રેષ્ઠ સન્માન ''રાજા રામ મોહન રાય''  પુરસ્કાર ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુજીના હસ્તે કરવામાં આવેલ.

પ્રેસ દિવસ અવસરે પત્રકારત્વના અલગ- અલગ ક્ષેત્રોમાં પત્રકારોને આપવામાં આવતા પુરસ્કારોની ઘોષણા પરિષદના અધ્યક્ષ જસ્ટીસ ચન્દ્રમૌલી કુમાર પ્રસાદ (રિટા.)એ ગઈકાલે કરી હતી. તેમણે જણાવેલ કે વિજ્ઞાન ભવનમાં યોજાનાર આ સન્માન સમારોહના મુખ્ય અતિથી તરીકે ઉપરાષ્ટ્રપતિ નાયડુજી હશે. જયારે સૂચના- પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ હાજર રહેશે. ઉપરાંત બાંગ્લાદેશ, ભુટાન, મ્યાંનમાર, નેપાળ અને શ્રીલંકાના ૧૫ પ્રતિનિધીઓ પણ ભાગ લેશે

(12:54 pm IST)