Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

22મીથી Twitter પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ

એક્ટિવ રહેતી રાજકીય પક્ષોને લાગશે મોટો ઝટકો: નવા નિયમો અમલમાં મૂકાશે

નવી દિલ્હી : સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે આગામી 22મી નવેમ્બરથી પોતાના પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મુકવાની ઘોષણા કરી છે. રાજકીય નેતાઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે ખોટી સૂચનાઓ ફેલાવવામાં આવે છે તે અંગે ચિંતિત થઈને ટ્વિટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા કંપનીઓ જાહેરાતકર્તાઓને લક્ષ્‍યાંકિત, ભ્રામક સંદેશાઓ ફેલાવવામાં મદદરૂપ થતી હોવાના કારણે ટ્વિટરે રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

   ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સીએ અન્ય માધ્યમોની સરખામણીએ સોશિયલ મીડિયા દ્વારા વિજ્ઞાાપન ખૂબ શક્તિશાળી અને પ્રભાવી હોવાનું જણાવીને કોમર્શિયલ જાહેરાત સિવાય આ તાકાત રાજકારણમાં જોખમી બની શકે છેતેવી ચિંતા વ્યક્ત કરી હતી

   . ટ્વિટરના મુખ્ય નાણાંકીય અધિકારી નેડ સેગલે આ નિર્ણયના લીધે કંપનીની આવક ઘટશે પરંતુ આ નિર્ણય પૈસા માટે નહીં પરંતુ સિદ્ધાંતોના આધારે લેવામાં આવ્યો છે તેવી સ્પષ્ટતા કરી હતી. ટ્વિટરના આ પગલાં બાદ ફેસબુક આવો કોઈ નિર્ણય લેશે કે નહીં તેવી ચર્ચા થઈ રહી હતી પરંતુ ફેસબુકે મહીનાની શરૂઆતથી જ આવો કોઈ વિચાર ન હોવાની સ્પષ્ટતા કરી દીધી હતી.

(12:53 pm IST)