Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાજનાથ સિંહની અરૂણાચલ પ્રદેશની મુલાકાતથી ચીનને પેટમાં ચૂક ઉપડી: વિદેશ મંત્રાલયે નિંદા કરી

ચીનની સરકારે તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેક સ્વીકાર કર્યો નથી.

નવી દિલ્હી : રક્ષામંત્રી રાજનાથસિંહની અરૂણાચલ પ્રદેશની મુલાકાતથી ચીન પરેશાન થયુ છે. અને કહ્યુ છે કે અરૂણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો નથી. ચીન દાવો કરતુ રહ્યુ છે કે, અરૂણાચલ પ્રદેશ તેમના દક્ષિણ તિબ્બતના પ્રદેશનો એક ભાગ છે. રાજનાથસિંહ 14 અને 15 નવેમ્બર પ્રદેશની મુલાકાત કરી હતી. તેઓ મૈત્રી દિવસના કાર્યક્રમમાં સામેલ થયા હતા

રાજનાથસિંહની મુલાકાત પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે ચીનની સરકારે તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેક સ્વીકાર કર્યો નથી. અમે તે વિસ્તારમાં ભારતના અધિકારીઓ કે નેતાઓની આવન જાવનની નિંદા કરીએ છીએ.

 અત્રે ઉલ્લેખનિય છે કે ચીન પોતાની વિસ્તારવાદી નીતિના કારણે અરૂણાચલ પ્રદેશનો દક્ષિણી તિબ્બતનો હિસ્સો ગણાવે છે.

અને ત્યાં ભારતની ઉપસ્થિતિનો વિરોધ કરે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ કે અમે ભારતીય પક્ષને અપીલ કરીએ છીએ કે તેઓ ચીની હિતો અને ચિંતાઓનો ખ્યાલ રાખવામાં આવે. બોર્ડર પર સ્થિતિ જટીલ થાય. તેવુ કોઈ પણ પગલુ ભરતા પહેલા વિચાર કરે તેમ પણ ચીને કહ્યુ છે.

(12:35 pm IST)