Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

કાશ્મીર ખીણમાં છુપાયેલ ૨૫૦ ત્રાસવાદીઓને વીણી વીણીને ફુંકી મારવાની સરકારની યોજના

હજુ વધુ બરફ પડે એટલે ઓપરેશન શરૂ થશે

શ્રીનગર, તા.૧૬: કાશ્મીર ઘાટીમાં આ વખતે ઠંડીમાં ગરમાવો રહે તેવુ લાગી રહ્યું છે. સુરક્ષા તંત્ર દ્વારા કાશ્મીરમાં ૨૫૦થી વધારે છૂપાયેલા પાકિસ્તાની આતંકીઓને દ્યેરીને મારવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હોવાના એક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સૂત્રોને મળતી માહિતી મુજબ દ્યાટીમાં આતંકીઓ વિરુધ્ધ કાર્યવાહી માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને ગૃહમંત્રાલયની સંયુકત કવાયત હેઠળ યોજના તૈયાર કરવામાં આવી છે.

સુરક્ષા મામલા સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારી મુજબ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યા બાદ દ્યાટીમાં ઝડપથી પરિસ્થિતિ સામાન્ય થઇ રહી હોવાના સંકેત મળી રહ્યાં છે. જેમાં ત્યાં યુવાનોએ એક-બે દિવસ પહેલા અર્ધસૈનિક દળની BSFની નિમણૂંક કેમ્પમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

સૂત્રોના જણાવ્યાં અનુસાર દ્યૂસણખોરી હાલ બંધ થઇ ગઇ છે. જયારે હિમવર્ષા બાદ બરફની સફેદ ચાદર ચોતરફ છવાય જશે ત્યારબાદ પાકિસ્તાન માટે ધૂસણખોરી કરવી વધુ મુશ્કેલીભર્યું બની જશે.

જો કે સમસ્યા એ છે કે દ્યાટીથી દૂરના વિસ્તારોમાં પહેલાથી અંદાજે ૨૫૦ પાકિસ્તાનીઓ છુપાયાં હોવાના અહેવાલ છે. લોકો અને પંચાયત તેમજ સિવિલ ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોમાં આતંકીઓનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે દૂરસંચાર વ્યવસ્થા જેવી સુવિધાઓમાં હજી પણ કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં ટ્રેનિંગ આતંકી આમ તો કમાન્ડો ટ્રેનિંગ લીધેલા હોય છે. તેઓ દ્યાટીના જંગલોમાં લાંબા સમય સુધી રહી શકે છે. પરંતુ બરફ પડ્યાં બાદ તેમના માટે જંગલમાં વધુ સમય રહેવું મુશ્કેલી ભર્યું બની જાય છે.

એવા સમયે તેઓ સુરક્ષિત જગ્યાની શોધમાં ગામડાઓ તરફ આવી જાય છે. તેમના માટે સરહદ પર કરી પરત PoK જવું લગભગ નામૂમિકન હોય છે. જો તેઓ આવું પણ કરવા જાય તો પણ સેના તેમને ઠાર મારી દે. જો કે એક ખાસ સર્ચ ઓપરેશન હેઠળ તેમને ઠાર મારવામાં આવશે.

(11:37 am IST)