Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મદ્રાસ હાઇકોર્ટનો ફેંસલો

તામિલનાડુમાં અનામતના આધારે પ્રમોશન ગેરબંધારણીય

ચેન્નાઇ, તા. ૧૬ : મદ્રાસ હાઇકોર્ટે તામિલનાડુ સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને અનામતના આધાર પર પ્રમોશન આપવા અને સીનીયોરીટી નક્કી કરવાના ફેંસલાને ગેરબંધારણીય અને અધિકાર ક્ષેત્રથી બહાર જાહેર કરેલ છે.

જસ્ટીશ એમ.એન. સુંદરેશ અને જસ્ટીશ આર.એમ.ટી ટીમ રમનની પીઠે કહ્યું છે ક,ે સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની સીનીયોરીટીનું નિર્ધારણ કરવા માટે રોસ્ટર બિંદુ પ્રણાલીને અપનાવવું અપ્રત્યક્ષ રીતથી ૬૯ ટકાથી વધુ અનામત ઉપલબ્ધ કરાવવા સિવાય કશું નથી.

તામિલનાડુ સરકારના કર્મચારી અધિનિયમ ર૦૧૬ની કલમ ૪૦ કે જે અનામતના નિયમ અને રોટેશનને નિયંત્રિત કરે છે અને કલમ ૭૦ જે તેને માન્ય કરે છે, કોઇ નિર્ણય છતાં તેને ગેરબંધારણીય જાહેર કરેલ હતો. આ સિવાય ઉપરોકત અધિનિયમની કલમ ૪૦ હેઠળ નિયંત્રિત સીનીયોરીટીના પહલુને પૂર્વવ્યાપી પ્રભાવ આપવાની એક જોગવાઇને પણ ગેરબંધારણીય જાહેર કરાયેલ હતી. પીઠે કહ્યું છે કે, રાજય સરકાર અનામતની સુવિધા ઉપલબ્ધ કરાવની કલમ ૧૬(૪)ની અડલ્યે છે કોર્ટે કહ્યું છે કે જયાં સુધી બંધારણીય સંશોધન ન કરાય ત્યાં સુધી સરકાર આ કલમની આડ લઇ ન શકે.

કોર્ટે કહ્યું છે કે અનામત સ્વતઃનથી હોતું પણ જરૂરીયાત પર આધારિત હોય છે. પસંદગી અને સીનીયરોીટી-પ્રમોશનમાં અનામતના સ્વરૂપ અલગ અલગ છે. સીનીયોરીટીના નિર્ધારણ તથા પ્રમોશન આપવાના અલગ માપદંડ નક્કી થવું જોઇએ.

કોર્ટે આ વ્યવસ્થા સરકારની ર૦૦ પોઇન્ટ રોસ્ટર સિસ્ટમને રાજકીય કર્મચારીઓ દ્વારા કરાયેલ વાંધા અરજી પર સુનાવણી બાદ કરી હતી.

(11:34 am IST)