Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ખુબસુરત મનાલીમાં શરૂ થયો સ્નોફોલઃ પ્રવાસીઓને જલ્સો પડી ગયો

આ વખતે મનાલીમાં સ્નો ફોલ વહેલો શરૂ થયો છે. સામાન્ય રીતે અહીં ડિસેમ્બરની શરૂઆતથી જ બરફ પડવાનું શરૂ થયું હોય છે. તમે મનાવીની આ જગ્યાએ સ્નો ફોલની મજા લઈ શકો છો.  આપણામાંથી અનેક લોકો એવા હશે કે જેમને સ્નો ફોલ ખૂબ જ પસંદ હશે. હરવા ફરવાનો બેસ્ટ સમય શિયાળીની શરુઆત છે. જો તમને સ્નો ફોલ પસંદ છે તો તમે મનાલી જઈ શકો છો. આ વખતે મનાલીમાં સ્નો ફોલ વહેલો શરૂ થયો છે. સામાન્ય રીતે અહીં ડિસેમ્બરની શરૂઆતથી જ બરફ પડવાનું શરૂ થયું હોય છે. તમે મનાવીની આ જગ્યાએ સ્નો ફોલની મજા લઈ શકો છો.મોલ રોડઃ- મોલ રોડને મનાલીની સૌથી ફેમસ જગ્યા માનવામાં આવે છે. જે ટાઉનના દરેક હિસ્સા સાથે જોડે છે. અહીં સુંદર વાદીઓની સાથે ખૂબ શોપિંગ પણ કરી શકો છો.સોલંગ વેલીઃ- જો તમને એડવેન્ચર પસંદ છે તો સોલંગ વેલી જઈ શકો છો. આ મનાલીથી ૧૪ કિલોમીટર દૂર છે. અહીં તમને કેબલ કાર, હેલિકોપ્ટર રાઈડ, ટ્રેકિંગ, સ્કીઈંગ વગેરે એડવેન્ચરનો આનંદ લઈ શકશો.ગુલાબાઃ- આ મનાલીથી ૨૦ કિલોમીટર દૂર સ્થિત છે. અહીં આ વિસ્તાર આખો બરફથી ઢંકાયેલો રહે છે. આ જગ્યા સ્નો ફોલ લવર્સ માટે સૌથી બેસ્ટ છે. તમે અહીં પેરાગ્લાઈડિંગ અને સ્કીઈંગ પણ કરી શકો છો.હંપટા પાસઃ- આ કુલ્લુ વેલીને લાહોત સાથે જોડે છે. અહીં બર્ફવર્ષા જોવાની અલગ મજા છે. જો તમે મનાલી જઈ રહ્યા છો તો આ જગ્યાએ જરૂર જાઓ. ખીર ગંગાઃ- જો તમને ટ્રેકિંગ વધારે પસંદ છે તો તમારે ખીર ગંગા જવું જોઈએ. આ નેચરલ બ્યૂટીની સૌથી સારી જગ્યા છે. અહીં વધારે ભીડ હોતી નથી. અહીં નાના ગામ પહોંચવા માટે તમારે માત્ર ટ્રેકિંગ જ કરવું પડશે.

(9:52 am IST)