Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ચાલુ ટ્રેનમાં મહિલાએ એક નહી બે નહીં ત્રણ બાળકોને આપ્યો જન્મ

બેંગલુરુથી ગુવાહાટી જઈ રહેલી ટ્રેનમાં ગુરુવારે એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો, મહિલા હજી સાત મહિનાની ગર્ભવતી હતી

બેંગ્લોર, તા.૧૬: ચાલુ રિક્ષામાં, ચાલું બસમાં કે અન્ય વાહનોમાં ગર્ભવતી મહિલાઓ બાળકોને જન્મ આપતા અનેક કિસ્સાઓ બન્યા છે. તો ઓડિશામાં આવો જ એક કિસ્સો બન્યો હતો જેમાં મહિલાએ ટ્રેનમાં બાળકોને જન્મ આપ્યો હતો. જોકે, નવાઈની વાત તો એ છે કે આ મહિલાએ એક કે બે બાળકોને નહીં પરંતુ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જન્મેલા બાળકો પૈકી એક જ બાળક જીવતું રહ્યું બાકીના બે બાળકોના મોત થયા હતા.

બેંગલુરુથી ગુવાહાટી જઈ રહેલી ટ્રેનમાં ગુરુવારે એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. મહિલા હજી સાત મહિનાની ગર્ભવતી  હતી. સમય પહેલા જન્મ આપતા બાળકો સંપૂર્ણ પણે સ્વસ્થ ન હતા. અત્યારે એક જ બાળક જીવિત છે. બે બાળકોના મોત થયા હતા. બેંગલુરુથી ગુવાહાટી માટે જઈ રહેલી ગુવાહાટી એકસપ્રેસમાં સવાર મુંજિલા ખાતૂને ઓડિશાના જાજપુર કેંવઝાર રોડ સ્ટેશન ઉપર બાળકોને જન્મ આપ્યો હતો.

આ દરમિયાન ૫.૫૦ વાગ્યે જ રેલવેના ડાઙ્ખકટરોને જાણ થતાં જ મહિલાને પાસે પહોંચ્યા અને ડિલિવરી કરાવી હતી. એડિશનલ ચીફ મેડિકલ સુપરીટેન્ડેટ પોતે પેરા મેડિકલ સ્ટાફ અને નર્સની સાથે પહોંચ્યા હતા. ટ્રેનમાં જ મહિલાએ બાળકોને જન્મ આપ્યો હતો ત્યારબાદ તેને ભદ્રકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

(9:51 am IST)