Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા: પુત્રી ઈલ્તિજાની માંગનો સ્વીકાર

મહબૂબા મુફ્તીને ચશ્મે શાહી ગેસ્ટ હાઉસથી લાલચોક વિસ્તારમાં શિફ્ટ કર્યાં

શ્રીનગર : જમ્મૂ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહબુબા મુફ્તીને ચશ્મે શાહીથી શ્રીનગરમાં બીજી જગ્યાએ શિફ્ટ કરાયા છે મહબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિજાએ ઠંડીને લીધે બીજી જગ્યાએ શિફ્ટ કરવાની માગ કરી હતી. તેની આ માગનો સ્વીકાર કરાયો છે મહબૂબા મુફ્તીને ચશ્મે શાહી ગેસ્ટ હાઉસથી લાલચોક વિસ્તારમાં શિફ્ટ કર્યાં હતા.

                   આ પહેલા સુપ્રીમ કોર્ટે 5 સપ્ટેમ્બરના રોજ પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીની પૂત્રી ઈલ્તિજાને પોતાની માને મળવાની અનુમતી આપી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પીઠે ઈલ્તિજાને આ શરત સાથે શ્રીનગર જવાની અનુમતી આપી હતી કે તેમને પહેલા સંબંધિત જીલ્લા અધિકારીઓ પાસેથી મંજુરી મેળવવી પડશે 

(12:00 am IST)