Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

18મીથી સંસદનું શિયાળુ સત્ર શરૂ : સરકાર નાગરિક સંશોધન બિલ રજૂ કરશે

 

નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે. સત્રમાં સરકાર મહત્વના બિલ રજૂ કરશે. જેમાં નાગરિક સંશોધન બિલ પણ હશે. બિલનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. બિલ કાનૂન બન્યા પછી, અફઘાનિસ્તા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મને માનનારા સમુદાયને ભારતમાં 12 વર્ષની બદલે 6 વર્ષ પસાર કરવા પછી ભારતની નાગરિકતા મળી શકશે. સિવાય પણ અનેક માપદંડમાં ફેરફાર કરવામાં આવશે. પૂર્વોત્તરના લોકોનો વિરોધ છે કે, જો બિલ પાસર થશે તો તેમના રાજ્યોમાં સાંસ્કૃતિક, ભાષા અને પારંપરિક વિરાસત સાથે સમજુતી હશે.

નાગરિક સંશોધન બિલ હિન્દુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના જે લોકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી ભારત આવ્યા છે. અને તેમને ભારતમાં નાગરિકતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે. તેને સરળ બનાવવાનું બિલ છે.

બિલની વિરુદ્ધ ઘણા વિરોધ પ્રદર્શન થયા છે. સંસદના ગત સત્રમાં વિપક્ષી પાર્ટીઓએ એકસાથે વિરોધ કર્યો હતો. ઉત્તર-પૂર્વના ઘણા રાજ્ય બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે શિયાળુ સત્રમાં બિલ ટેબલ પર રાખવામાં આવશે. અને સરકાર તેને સરળતાથી પાસ પણ કરાવી લેશે તેવું પણ અનુમાન છે.

(8:49 am IST)