Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

18મીથી સંસદનું શિયાળુ સત્ર શરૂ : સરકાર નાગરિક સંશોધન બિલ રજૂ કરશે

 

નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે. સત્રમાં સરકાર મહત્વના બિલ રજૂ કરશે. જેમાં નાગરિક સંશોધન બિલ પણ હશે. બિલનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. બિલ કાનૂન બન્યા પછી, અફઘાનિસ્તા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મને માનનારા સમુદાયને ભારતમાં 12 વર્ષની બદલે 6 વર્ષ પસાર કરવા પછી ભારતની નાગરિકતા મળી શકશે. સિવાય પણ અનેક માપદંડમાં ફેરફાર કરવામાં આવશે. પૂર્વોત્તરના લોકોનો વિરોધ છે કે, જો બિલ પાસર થશે તો તેમના રાજ્યોમાં સાંસ્કૃતિક, ભાષા અને પારંપરિક વિરાસત સાથે સમજુતી હશે.

નાગરિક સંશોધન બિલ હિન્દુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના જે લોકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી ભારત આવ્યા છે. અને તેમને ભારતમાં નાગરિકતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે. તેને સરળ બનાવવાનું બિલ છે.

બિલની વિરુદ્ધ ઘણા વિરોધ પ્રદર્શન થયા છે. સંસદના ગત સત્રમાં વિપક્ષી પાર્ટીઓએ એકસાથે વિરોધ કર્યો હતો. ઉત્તર-પૂર્વના ઘણા રાજ્ય બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે શિયાળુ સત્રમાં બિલ ટેબલ પર રાખવામાં આવશે. અને સરકાર તેને સરળતાથી પાસ પણ કરાવી લેશે તેવું પણ અનુમાન છે.

(1:04 am IST)
  • અનિલ અંબાણી એ રિલાયન્સ કોમ્યુનિકેશન માંથી રાજીનામું આપ્યું.. access_time 5:51 pm IST

  • પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને ફરી એકવાર શાંતિનો રાગ છેડ્યો : તેમણે કહ્યું છે કે દક્ષિણ એશિયાની શાંતિ માટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે દોસ્તી જરૂરી છે : પાકિસ્તાની પીએમએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાને એકબીજા સામે ઝઘડાવાને બદલે ગરીબી, જળવાયું પરિવર્તન અને ભૂખ સામે લડવું જોઈએ access_time 10:52 pm IST

  • ડેટા ક્વોલિટીના પ્રશ્નોને લીધે મોદી સરકારે 2017-18ના જાહેર થયેલા કન્ઝ્યુમર એક્સ્પેન્ડિચર સર્વેને કચરા ટોપલીમાં પધરાવી દેવાનો નિર્ણંય કર્યો છે,આ સર્વે મુજબ 2017-18માં લોકોની ખરીદ શક્તિમાં મોટો ઘટાડો થયો છે access_time 10:04 pm IST