Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ધરતી મોટા સંકટમાં :સૌથી જૂનો અને સૌથી સ્થિર હિમખંડ ઝડપથી પીગળી રહ્યો છે :130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

જો બરફ આ ગતિથી પીગળતો રહ્યો તો 2030 સુધીમાં તો બરફ ખતમ થઇ જશે

 

નવી દિલ્હી : ધરતી એક મોટા સંકટમાં છે. કારણ કે આર્કટિકમાં રહેલો સૌથી જૂનો અને સૌથી સ્થિર હિમખંડ ઝડપથી પીગળી રહ્યો છે. જેને લઇને 130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. તેઓ જે આર્કટિકના હિમખંડની પીગળવાની વાત કરી રહ્યા છે તેને લાસ્ટ આઇસ એરિયા કહેવામાં આવે છે. દુનિયાનો સૌથી જૂનો અને સ્થિર બરફવાળો વિસ્તાર છે. પરંતુ અહીંયા પણ હવે ક્લાઇમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિગની અસર વર્તાવા લાગી છે. જેના કારણે બરફ બમણી ગતિથી પીગળી રહ્યો છે

  . લાસ્ટ આઇસ એરિયામાં 2016માં 4 કરોડ 14 લાખ 43 હજાર 980 વર્ગ કિલોમીટરમાં પથરાયેલો હતો. જે હવે ઘટીને 9.99 લાખ વર્ગ કિલોમીટરમાં બચ્યો છે. જો બરફ ગતિથી પીગળતો રહ્યો તો 2030 સુધીમાં તો બરફ ખતમ થઇ જશે.

 

(11:29 pm IST)